Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં કાળમુખો અકસ્માત :  પિતા-પુત્રીના કરુણ મોત થી પરિવારમાં ગમગીની

31 October



ગાંધીધામ : ગાંધીધામ રેલવે સ્ટેશન નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ટ્રકની અડફેટે આવી જતાં એક્ટિવા સવાર પિતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ સર્વજીત રાધેશ્યામ પટેલ અને તેમની પુત્રી રીતુ સર્વજીત પટેલ તરીકે થઈ છે. મળતી વિગતો મુજબ, સર્વજીત પટેલ સોલ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં નોકરી કરતા હતા અને દરરોજની જેમ પોતાની પુત્રી રીતુને શિપિંગ ઓફિસે મૂકવા માટે એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાંધીધામ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે પિતા અને પુત્રી બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જે પિતા દરરોજ પોતાની પુત્રીને સુરક્ષિત રીતે ઓફિસે પહોંચાડવા જતા હતા, એ જ પિતા-પુત્રીનો રસ્તામાં કાળ ભરખી ગયો હોવાની કરુણ ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. એક જ પરિવારના બે સભ્યોનાં એકસાથે મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્ર થયાહતા.

..........


આ ગોઝારા અકસ્માતમાં સર્વજીત રાધેશ્યામ પટેલ અને તેમની પુત્રી રીતુ પટેલનું અકાળે થયું અવસાન

પરિવાર પર તૂટ્યો વજ્રઘાત



ગાંધીધામ : એક જ ઘરમાંથી પિતા અને યુવાન પુત્રીની અર્થી એકસાથે ઉઠવાનો વારો આવશે તેવી કલ્પના માત્રથી આખો પરિવાર ધ્રૂજી ઉઠ્યો છે. પિતા-પુત્રીના એકસાથે અચાનક મોતથી ઘરમાં આભ તૂટી 
પડ્યું છે. સ્વજનોની ચ?સો અને હૈયાફાટ રૂદનથી વાતાવરણ ભારે ગમગીન બની ગયું છે. જે ઘરમાં થોડા સમય પહેલાં દીકરીની કિલકારીઓ અને પરિવારની ખુશીઓ હતી, ત્યાં હવે કાળો કલ્પાંત છવાઈ ગયો છે.

.........


રોડ પર વેરવિખેર સપનાં : પળભરમાં ખુશીઓ છીનવાઈ ગઈ


ગાંધીધામ : પ્રાપ્ત માહિતી અનુસાર, પિતા અને પુત્રી પોતાના એક્ટિવા વાહન પર સવાર થઈને કોઈ અગત્યના કામસર જઈ રહ્યા હતા. કોને ખબર હતી કે આ સફર તેમની જીવનની આખરી સફર બની રહેશે. ગાંધીધામ રેલવે સ્ટેશન પાસે પહોંચતા જ કોઈ બેફામ અને બેદરકાર વાહનચાલકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે પિતા-પુત્રી રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓને કારણે બંનેએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં અને વાહનના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ કરુણ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોના કાળજા કંપાઈ ગયા હતા.


...........


વાહિયાત ટ્રાફિક વ્યવસ્થા અને તંત્રની ઘોર બેદરકારી પર રોષ

ગાંધીધામ : શહેરમાં બેફામ બનતા જતા ટ્રાફિક અને બેકાબૂ વાહનચાલકો સામે હવે પ્રજામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગાંધીધામના માર્ગો પર મોતની ડાકલે નૃત્ય કરતી હોય તેમ રોજના રોડ અકસ્માતો વધી રહ્યા છે, છતાં સ્થાનિક વહીવટી તંત્ર અને ટ્રાફિક 
પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. શહેરમાં 
ઓવરસ્પીડિંગ અને બેફામ દોડતારીટ્ઠદૃઅ વાહનો પર કોઈ જ લગામ નથી. કાગળ પરના ટ્રાફિક નિયમો અને કાગદી ઘોડા દોડાવતા તંત્રની નિષ્ક્રિયતાને કારણે આજે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાઈ રહ્યા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના રાહ જોઈને બેઠું છે? અકસ્માતો અટકાવવા માટે કોઈ નક્કર પગલાં ન ભરતું આ પથ્થર દિલ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં હવે રોષનો દરિયો ઉછળી રહ્યો છે.


........

Comments

COMMENT / REPLY FROM