રાપરમાં સગીરા પર દુષ્કર્મ કરનાર સામે પોકસો તળે ફરીયાદ
ગાંધીધામ : રાપર પોલીસ સ્ટેશનઃ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવા અંગે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધાયો છે. રાપર વિસ્તારમાં આશરે ત્રણ મહિના અગાઉ સગીર વયની બલિકાનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જઈ, તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવા અને માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે. આ પ્રકરણે રાપર પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(સ), ૧૧૫(૨) અને પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી હિતેશભાઈ ડાયાભાઈ કોલી (રહે. નવાપરા, રાપર) વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
.........

Comments