Trending News
ક્રાઈમ

સામખીયાળી-રાપરના જુગાર ધામો પર પોલીસની લાલઆંખ

31 October



 સામખીયાળી પોલીસ સ્ટેશનઃ નરા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર રેડ, ૭ ઇસમો ઝડપાયા : તો  રાપર પોલીસ સ્ટેશનઃ સેલારી નાકા પાસેથી જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયયા


ગાંધીધામ :પૂર્વ કચ્છના સામખીયાળી અને રાપર વિસ્તારમાં ગંજીપાનાના જુગાર ખેલનારાઓના ખેલની મજા પોલીસે બગાડી છે.   ભચાઉ તાલુકાના નરા ગામની ઉત્તર બાજુ આવેલી સીમમાં બાવળની ઝાડીઓમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા ઇસમો પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે.સામખીયાળી પોલીસ સ્ટેશને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી, પટમાંથી રોકડા રૂ. ૧,૪૧,૫૦૦/-, ગંજીપાના અને ૫ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧,૬૬,૫૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં નિલેશ મગનભાઈ કોલી, રાજુ બબાભાઈ રાજપુત, શામજીભાઈ નાંચાભાઇ પરમાર, ફિરોજ હાજી લંઘા, ચેતનભાઈ રૂડાભાઈ કોલી, અરજણભાઈ જેસંગભાઈ પરમાર અને રામજી ઉર્ફે હકુ કેસરભાઈ મણકાનો સમાવેશ થાય છે. જયારે બીજીતરફ  રાપર ટાઉન વિસ્તારના સેલારી નાકા પાસે ખુલ્લી શેરીમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.રાપર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ આદમ હાસમ કુંભાર, હરેશ હરજીભાઈ સોલંકી અને નિતિન મણીલાલ કોલી પાસેથી દંડ તથા રોકડ રકમ સહિત કુલ રૂ. ૭૫૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


......


 

Comments

COMMENT / REPLY FROM