લખપત તાલુકામાં ગેરકાયદેસર દબાણો દબાણકર્તાઓએ સ્વૈચ્છાએ ૭ દિવસમાં દૂર કરી દેવા તાકીદ
દયાપર : - કચ્છઉદય : મુખ્યમંત્રી દ્વારા અપાયેલી સૂચના મુજબ અને હાલે રાજ્યમાં તથા કચ્છ જિલ્લામાં ચાલતી દબાણ હટાવ ઝુંબેશ અન્વયે લખપત તાલુકાની જાહેર જનતાને આ નોટીસ આપી સૂચિત કરવામાં આવે છે કે, જો કોઈ પણ ઈસમો દ્વારા તાલુકાના કોઈપણ ગામમાં, કોઈપણ ધર્મના વ્યકિત - વ્યક્તિઓએ સરકારી પડતર, ગૌચર, જમીન, ગામતળ, સ્મશાન, કબ્રસ્તાન, તળાવ, નદી-નાળા કે અન્ય જમીન ઉપર ખેતીવિષયક, કોમર્શીયલ, રહેણાંક, ધાર્મિક કે અન્ય દબાણ હોય તો સ્વેચ્છાએ હટાવી દેવા અન્યથા આવા કોઈપણ દબાણો ધ્યાને આવશે, તો આવા ગેરકાયદેસર દબાણો દબાણકર્તાના ખર્ચે સરકારી મશીનરીથી તોડી પાડવામાં આવશે, જેથી જે પણ ઇસમો દ્વારા દબાણ કરેલ હોય તેઓએ દિન ૭માં હટાવી દેવા તેવું મામલતદાર લખપતની અખબાર યાદીમાં જણાવાયું છે.
-------

Comments