ભુજની ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયમાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરની ઐતહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયમાં વયમર્યાદાના કારણે નિવૃત થનાર શિક્ષિકાઓ ગૌરીબેન રમેશકુમાર રાઠોડ અને અલકાબેન હિતેન્દ્રકુમાર દવેનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો . કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્યામકુમાર મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને બંને શિક્ષિકાઓની સેવાનીષ્ઠા અને શાળા પ્રત્યેના સમર્પણ ભાવનાને બિરદાવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. પ્રસંગ પરિચય સાયરાબેન કુરેશીએ આપ્યો હતો. શાળા પરિવાર દ્વારા બંને શિક્ષિકાઓને શાલ , અને ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રશસ્તિપત્રનું વાંચન નીમેશભાઈ વણપરીયા અને ઇવાબેન માંકડે કર્યું હતું. દક્ષાબેન ભાનુશાલી અને દીપકભાઈ મકવાણાએ બંને શિક્ષિકાઓના વિદાય પ્રસંગે પોતાના વિચારો રજુ કર્યા હતા. શાળાની વિદ્યાર્થીનીઓ પ્રિશા, જીયા, આલિયા અને સુમેરાએ બંને શિક્ષિકાઓ અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. બંને શિક્ષિકાઓએ પોતાના કાર્યકાળ દરમ્યાનના અનુભવો યાદ કર્યા હતા. બંને શિક્ષિકાઓ તરફથી શાળાને રૂપિયા ૩૦૦૦૦ની ભેટ ઉપરાંત વિદ્યાર્થીનીઓના વાંચન માટે પુસ્તકો તેમજ વિદ્યાર્થીનીઓ માટે અલ્પાહાર અપાયા હતા. આભારવિધિ ચેતનાબેન ઠક્કરે કરી હતી. નિહારીકાબેન પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. અલકાબેન પટેલ, દીપાબેન પટેલ, જ્યોતિબેન લાખાણીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતીબેન જોશીએ કર્યું હતું.
----

Comments