ભચાઉ પોલીસની મોટી કાર્યવાહી : ગાંજાના જથ્થા સાથે ૨૦ વર્ષીય યુવક ઝડપાયો
ભચાઉ-સામખિયાળી હાઇવે પર RTO ચેકપોસ્ટ નજીક હોટલ કેબિનમાં દરોડો; ૨૪૮ ગ્રામ ગાંજો, મોબાઇલ સહિત કુલ રૂ.૧૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છમાં ચાલતા “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ભચાઉ પોલીસ દ્વારા હિમતપુરા વિસ્તારના ઉવેશ હાજીભાઈ ખલીફા (ઉં.વ.૨૦)ને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ભચાઉ-સામખિયાળી હાઇવે પર RTO ચેકપોસ્ટ નજીક હોટલ કેબિનમાં દરોડો પાડી ૨૪૮ ગ્રામ ગાંજો, પ્લાસ્ટિકની ૫૨ થેલીઓ, આધારકાર્ડ અને સેમસંગ મોબાઇલ સહિત કુલ રૂ.૧૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ ટીમે કરી હતી.

Comments