Trending News
ક્રાઈમ

મુંદરામાં એક લાખના એમડી ડ્રગ્સ સાથે ઝરપરાના શખ્સની અટકાયત

05 November




ભુજ - કચ્છઉદય : મુંદરામાં કીંગ પ્લાઝા કોમ્પલેક્ષની બાજુમાં એમડી ડ્રગ્સ સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બાબતે મુંદરા પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરમાં કીંગ પ્લાઝા કોમ્પલેક્ષની બાજુમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઝરપરાના મારવા વાડી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ રામભાઈ મીંઢાણી (ગઢવી)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ૩૬.૬૩ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત ૧,૦૯,૮૯૦ આંકવામાં આવી છે. આ સાથે ચાર લાખની બોલેરો નંબર જી જે ૧ર સીટી ૪૯૮૬ તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુંદરા પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં 
આવી હતી. 

Comments

COMMENT / REPLY FROM