Trending News
સ્થાનિક સમાચાર

૬ઠ્ઠી નવેમ્બરે ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સર્વરોગ નિદાન - સારવાર કેમ્પ યોજાશે

04 November


ભુજ - કચ્છઉદય : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના નિદર્શન તથા વૈધ પંચકર્મ વર્ગ-૧ સ.આ.હો, ભુજના મર્ગદર્શન હેઠળ તા. ૬/૧૧ને શુક્રવારના સવારે ૮.૩૦ થી ૧ર.૩૦ તથા સાંજે ૪ થી પ.૩૦ દરમ્યાન ધનતેરસ તથા ધનવંતરી જયંતીના શુભ અવસરે સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ દ્વારા આયોજીત આયુર્વેદ તથા હોમીયોપેથી અને યોગ દ્વારા સર્વરોગ નિદાન સારવાર સલાહ કેમ્પનું આયોજન કરવામા આવેલ છે જેમા તમામપ્રકારના રોગોનું આયુર્વેદ -હોમીયોપેથી-યોગ ચિકિત્સા દ્વારા સારવાર સલાહ આપવામા આવશે.
કેમ્પમાં મફત બ્લડ સુગર ચેકઅપ, ડાયાબીટીસ તથા હરસ-મસા-ભગંદરની આયુર્વેદીક - હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસ, હાઇપરટેન્શન તથા હરસ-મસા-ભગંદરના દર્દીઓ માટે રોજીંદા લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન, મેદસ્વિતા (જાડાપણુ) માટે સરવાર સલાહ અને સિનિયર સિટિઝન દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થય તથા શક્તિ વર્ધક ઔષધ આપવામાં આવશે. જાહેર જનતાને લાભ લેવા જણાવાયું છે.
----

Comments

COMMENT / REPLY FROM