Trending News
સ્થાનિક સમાચાર

બીજેએસ લેડીઝ વિંગ દ્વારા જીવદયાની પ્રવૃત્તિ કરાઈ

01 October



ભુજ - કચ્છઉદય : ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ, ભુજ દ્વારા દર મહિને યોજાતા જીવદયા અને માનવસેવા કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ ગીતા પારેખના નેતૃત્વમાં કલાપૂર્ણસૂરી કરુણાધામ પશુ હોસ્પિટલ ખાતે જીવદયાની પ્રવૃત્તિ કરાઈ હતી.
આ પ્રસંગે ગાયો માટે ઘાસચારો તેમજ અબોલ નાના પશુઓ માટે લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પશુ હોસ્પિટલ માટે ફંડ પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ ફંડ બીજેએસ લેડીઝ વિંગના સભ્યો દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું. પ્રમુખ ગીતા પારેખે જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં જીવદયાનું વિશેષ મહત્વ છે. અબોલ જીવોની સેવા અને તેમની જરૂરિયાતમાં સહભાગી થવું એ આપણી નૈતિક જવાબદારી છે. બીજેએસ લેડીઝ વિંગ દ્વારા કરવામાં આવતી આ જીવદયાની પ્રવૃત્તિમાં વધુને વધુ બહેનો જોડાઈ સેવા કાર્યને આગળ વધારે તેવી અપીલ છે.
આ કાર્યક્રમમાં મહામંત્રી મનીષાબેન, મહામંત્રી ડિમ્પલબેન ભણસાલી, ઉપપ્રમુખ મિરલ શાહ સહિત બીજેએસ લેડીઝ વિંગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બીજેએસ લેડીઝ વિંગ દ્વારા કરવામાં આવેલી આ જીવદયા પ્રવૃત્તિ અબોલ જીવો પ્રત્યેની કરુણા, સેવા અને સંવેદનાનું સુંદર ઉદાહરણ બની રહી છે.
-----------

Comments

COMMENT / REPLY FROM