અંજારના વીડી રોડ પર ક્રેટા કારે બાઇકને અડફેટે લેતાં બે યુવાનો ઘવાયા
અંજારઃ અંજારના વીડી રોડ પર આવેલ રોટરીનગર નજીક પૂરઝડપે આવતી ક્રેટા કારના ચાલકે બાઇકને ટક્કર મારતાં બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે. દેવળીયા રેલવે પાટા નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા હીરાભાઈ જેન્તીભાઈ સથવારા (ઉ.વ.૨૨) નામના યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૨૯/૦૯/૨૦૨૬ના બપોરના ૩ઃ૩૦ વાગ્યાના અરસામાં તેઓ પોતાના મોટરસાઇકલ (જી.જે.૧૨.એ.ડી.૫૮૯૦) પર જઈ રહ્યા હતા ત્યારે રોટરીનગર નજીક ગોલાઈમાં ક્રેટા કાર (જી.જે.૩૯.સી.ડી.૫૮૮૯)ના ચાલકે કાર બેદરકારીપૂર્વક ચલાવી બાઇકને સામેથી ટક્કર મારી હતી.આ અકસ્માતમાં ફરિયાદી હીરાભાઈને માથાના ભાગે સામાન્ય હેમરેજ તથા છાતીમાં મૂઢ ઈજા થઈ હતી, જ્યારે તેમની સાથેના સાહેદ કિશનને ડાબા હાથમાં ફેક્ચર અને બંને પગે ઈજાઓ પહોંચી હતી. સારવાર હેઠળ હોવાથી ફરિયાદ મોડી નોંધાવાઈ હતી. અંજાર
પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મ્દ્ગજી કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. પ્રહલાદસિંહ ચુડાસમા હાથ
ધરી છે.

Comments