સુખપર ખાતે રવિવારે નિઃશુલ્ક મલ્ટી અને સુપર-સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ યોજાશે
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ દ્વારા
ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ એજ્યુકેશનશ્મેડીકલ ટ્રસ્ટ સંચાલિત એમ.એમ.પી.જે. (લેવા પટેલ હોસ્પિટલ) અને કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર, ૪ ઓક્ટોબરના રોજ સવારે ૮ થી બપોરે ૧૨વાગ્યા સુધી જીએમડીસી હાઈસ્કૂલ, સુખપર ખાતે નિઃશુલ્ક મલ્ટી-સ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ સ્થાનિક અને આસપાસના ગ્રામીણ વિસ્તારના નાગરિકોને તેમના ઘરઆંગણે જ નિષ્ણાત તબીબોની સલાહ, આરોગ્ય તપાસ અને જરૂરી તબીબી માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.
આ મેડિકલ કેમ્પમાં ન્યૂરો અને સ્પાઈન સર્જન ડૉ. તારેક ખત્રી (મગજની ઈજા, ગાંઠ, બ્રેન હેમરેજ, સ્પાઈન સર્જરી), મેડિસિન નિષ્ણાત ડૉ. ઋગ્વેદ ઠક્કર અને ડૉ. પાર્થ રાઠવા (બીપી, ડાયાબિટીસ, શ્વાસની બિમારી, ન્યુમોનિયા, થાયરોઈડ, તાવ), નેફ્રોલોજિસ્ટ ડૉ. વિજય નાવડીયા (કિડની ફેલ્ચર, ફિસ્યુલા, કિડની બાયોપ્સી), યુરોલોજિસ્ટ ડૉ. કૌશિક દરજી (પથરી, પ્રોસ્ટેટ, પેશાબની સમસ્યાઓ), ઓર્થોપેડિક ડૉ. નીલ શાહ (હાડકાંનો ઘસારો, અસ્થિ ભંગ, સાંધા-ઘૂંટણનો દુઃખાવો), જનરલ સર્જન ડૉ. વિવેક દેત્રોજા (મળમાર્ગની તકલીફ, હર્નિયા, એપેન્ડિક્સ, મસ્સા), બાળ રોગ નિષ્ણાત ડૉ. જેંતીલાલ વરસાણી અને ડૉ. સાહિલ પટેલ (શરદી, તાવ, ઉધરસ, ચામડીના રોગો), સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. રિયા પટેલ (માસિક અનિયમિતતા, લોહીનો રક્તસ્ત્રાવ) તેમજ કાન-નાક-ગળાના નિષ્ણાત ડૉ. તન્મયી જતાનિયા અને ડૉ. નીલ પરમાર ઉપસ્થિત રહીને સચોટ નિદાન અને માર્ગદર્શન પૂરું પાડશે. આયોજક સંસ્થાઓ દ્વારા આ નિઃશુલ્ક કેમ્પનો મહત્તમ લાભ લેવા હાર્દિક અપીલ કરવામાં આવી છે. કેમ્પ સંદર્ભે રજીસ્ટ્રેશન કે વધુ માહિતી માટે સંપર્ક નંબર +૯૧ ૯૭૨૬૨ ૩૧૧૨૨ અથવા +૯૧ ૯૧૦૪૩ ૧૨૦૨૨ પર સંપર્ક સાધવા જણાવાયું છે.
--------

Comments