Trending News
સ્થાનિક સમાચાર

કંડલા એરપોર્ટ પર બોમ્બ મળ્યાની જાણથી દોડધામ! સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં

01 October



બોમ્બ થ્રેટ અને એન્ટી-હાઇજેકિંગ મોકડ્રિલ યોજાઈ : પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર ટીમે સંભાળ્યો મોરચો


કંડલા એરપોર્ટ પર આજે બોમ્બ થ્રેટ અને એન્ટી-હાઇજેકિંગ મોકડ્રિલ યોજાતા થોડા સમય માટે દોડધામ જેવો માહોલ સર્જાયો હતો. મોકડ્રિલના ભાગરૂપે એરપોર્ટ પર બોમ્બ મળ્યાની જાણ કરવામાં આવતા સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલી વિવિધ એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી હતી.મોકડ્રિલ દરમિયાન એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે અંજારના DYSP  શ્રી ચૌધરી, અંજાર PI  શ્રી જાડેજા, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એરપોર્ટ પોલીસ અને ફાયર વિભાગ સહિતની ટીમો જોડાઈ હતી.બોમ્બ થ્રેટ મળ્યા બાદ સ્થળને સુરક્ષિત કરવાની પ્રક્રિયા, શંકાસ્પદ વસ્તુની તપાસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચકાસણી તેમજ ઈમરજન્સી રિસ્પોન્સની કામગીરીનું પ્રેક્ટિકલ ડેમો કરાયું હતું. સાથે જ એન્ટી-હાઇજેકિંગ પરિસ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન અને ઝડપી પ્રતિસાદની કવાયત પણ હાથ ધરાઈ હતી.
મોકડ્રિલનો મુખ્ય હેતુ એરપોર્ટ પર કોઈ વાસ્તવિક બોમ્બ થ્રેટ, હાઇજેકિંગ અથવા અન્ય ઈમરજન્સી પરિસ્થિતિ સર્જાય ત્યારે તમામ સંબંધિત એજન્સીઓ કેટલી ઝડપથી અને સંકલિત રીતે કામગીરી કરી શકે તેની ચકાસણી કરવાનો હતો. આ ઘટના વાસ્તવિક બોમ્બ મળવાની ઘટના નહોતી, પરંતુ સુરક્ષા મોકડ્રિલ હતી.

Comments

COMMENT / REPLY FROM