Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના મોટી ચિરઈમાં લાખોની ચોરીની  આશંકાથી દોડભાગ : પોલીસ ઘટનાસ્થળે.!

01 October



મકાન માલિક બહાર ગયા હતા ત્યારે તસ્કરો ત્રાટક્યા હોવાની પ્રાથમિક માહિતી : સોના-ચાંદીના ઘરેણા સહિતની મત્તાઓ ચોરાયાની ચર્ચા

ભચાઉઃભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામે એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. મકાન માલિક બહારગામ ગયા હતા તે વેળાએ ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત લાખોની મત્તા ચોરી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.““મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મોટી ચિરઈ ગામમાં આવેલા મકાનના માલિક કોઈ કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. મકાનમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ચર્ચાઓએ પંથકમાં જોર પકડ્યું છે.ઘટનાની જાણ થતાં જ ભચાઉ પોલીસ મથકની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક પંચનામું અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો તથા ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોના સુરાગ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.જોકે, ચોરી કેટલા રૂપિયાની અને કઈ કઈ વસ્તુઓની થઈ છે તે અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો કે આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસની આગળની તપાસ પૂર્ણ થયા બાદ જ ચોરીનો સાચો આંકડો અને વિગતો બહાર આવશે. આ બનાવથી મોટી ચિરઈ ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Comments

COMMENT / REPLY FROM