ભચાઉમાં સીસીટીવી કેમેરા ન લગાવનાર ત્રણ વેપારીઓ સામે પોલીસની લાલઆંખ
ભચાઉઃ જિલ્લા મેજિસ્ટ્રેટના સીસીટીવી કેમેરા અંગેના જાહેરનામાનો અનાદર કરનારા વેપારીઓ સામે ભચાઉ પોલીસે લાલ આંખ કરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરા ન રાખવા બદલ ત્રણ દુકાનદારો અને પોલ્ટ્રી ફાર્મના સંચાલક સામે કાર્યવાહી કરાઈ છે.મળતી વિગતો મુજબ, હિંમતપુરા વિસ્તારમાં આવેલ ઇદ્રીશ જનરલ સ્ટોરના સંચાલક ઇસ્માઇલભાઇ ભચુભાઇ જુણેજા, બટીયા વિસ્તારના નુરાની પોલ્ટ્રી ફાર્મના સંચાલક સબ્બિર ભાખરશા શેખ, વોંધ પુલિયા પાસે આવેલ ચામુંડા દુકાનના માલિક રાધુ શામાભાઈ કોલી તેમજ બટીયા વિસ્તારના દ્ભય્દ્ગ જનરલ સ્ટોરના માલિક ઉમરભાઇ જુસબભાઇ કુંભાર પોતાની દુકાનો કે વ્યવસાયિક સ્થળોએ નાઇટ વિઝન કે યોગ્ય ક્ષમતાવાળા સીસીટીવી કેમેરા વગર જ ધંધો ચલાવતા મળી આવ્યા હતા. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ભચાઉ પોલીસે ચારેય ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૨૨૩ હેઠળ પૃથક-પૃથક ગુના નોંધી તેમની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સામખીયારી-મોરબી નેશનલ હાઈવે રોડ પર આવેલી હોટલમાં કલેક્ટરના જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરા સિસ્ટમ ન રાખવા બદલ હોટલ સંચાલક સામે લાકડીયા પોલીસે ગુનો નોંધ્યો છે.લાકડીયા પોલીસ મથકના કોન્સ્ટેબલ ભરતભાઈ મણવર પેટ્રોચિંગમાં હતા ત્યારે જૂના કટારીયા સીમમાં હાઈવે પર આવેલ ’આર આર ન્યુ લક્ષ્મી હોટલ’ની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટલ પર નાઇટ વિઝન અને હાઇ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ હોટલ ચલાવતા નરેન્દ્રસિંગ જીવનસિંગ રાવત (ઉ.વ.૨૭) સામે મ્દ્ગજી કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.

Comments