Trending News
સ્થાનિક સમાચાર

અમદાવાદ મંડળે સપ્ટેમ્બર ૨૦૨૬માં ૬૩૬.૧૮ કરોડની માલ આવક સાથે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી

01 October


સપ્ટેમ્બર ૨૦૨૬માં અમદાવાદ મંડળે ૧૧૮ લોંગ હોલ ટ્રેનોનું સફળ સંચાલન કર્યું : સપ્ટેમ્બર ૨૦૨૬માં શાનદાર પ્રદર્શનઃ એક જ દિવસમાં ૯૦ રેક - ૩,૮૯૯ વેગનની રેકોર્ડ લોડિંગ
 

અમદાવાદ - કચ્છઉદય : : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન માલવહન, પરિચાલન કાર્યક્ષમતા, ઇન્ટરચેન્જ, લાંબા અંતરની હૉલ ટ્રેનો, મુસાફર ટ્રેન સંચાલન તેમજ અન્ય પરિચાલન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર કામગીરી નોંધાવી છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં અમદાવાદ મંડળ દ્વારા સરેરાશ ૩,૧૨૬.૯૩ વેગન દરરોજ લોડ કરવામાં આવ્યા હતા, જે સપ્ટેમ્બર ૨૦૨૫ના દરરોજના ૩,૦૮૪ વેગનની સરખામણીમાં ૧.૩૯% વધુ છે.આ સમયગાળા દરમિયાન કુલ ૪.૫૫૯ મિલિયન ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું, જે અગાઉના વર્ષના ૪.૫૨૬ મિલિયન ટનની સરખામણીમાં ૦.૭૩% વધુ છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં માલવહનથી મળેલી આવક ?૬૩૬.૧૮ કરોડ રહી, જે સપ્ટેમ્બર ૨૦૨૫ની ૫૯૫.૧૬ કરોડની સરખામણીમાં આશરે ૭% વધુ છે.
સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન વિવિધ પ્રમુખ કોમોડિટીઝના લોડિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી. કોલસાનું સરેરાશ દૈનિક લોડિંગ ૭૬.૯૭ વેગન રહ્યું, જે ગત વર્ષના ૬૨.૦૬ વેગન પ્રતિદિનની સરખામણીએ ૨૪.૦૨% વધુ છે. ખાતરની લોડિંગ ૬૯૮.૨૩ વેગન પ્રતિદિન રહી, જેમાં ૬૧.૧૯%ની વૃદ્ધિ નોંધાઈ હતી.મીઠું અને ઔદ્યોગિક મીઠાની લોડિંગ ૩૦૪.૦૩ વેગન પ્રતિદિન રહી, જે ૭.૯૭% વધુ છે, જ્યારે ઓટોમોબાઇલ લોડિંગ ૧૧૭.૩૭ વેગન પ્રતિદિન રહી, જેમાં ૫.૦૩%ની વૃદ્ધિ નોંધાઈ હતી. અન્ય કોમોડિટીઝનું લોડિંગ પણ ૪૭.૭૭% વધીને ૧૩૬.૨૦ વેગન પ્રતિદિન રહ્યું હતું.
અમદાવાદ મંડળ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૬માં કુલ ૧૧૮ લૉંગ હૉલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૫માં ૭૮ લૉંગ હૉલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ રીતે લૉંગ હૉલ ટ્રેનોના સંચાલનમાં ૫૧.૨૮%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ગાંધીધામ વિસ્તારમાં કુલ ૯૫ લૉંગ હૉલ ટ્રેનોનું ગઠન કરવામાં આવ્યું હતું. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં એક જ દિવસમાં ૯૦ રેક - ૩,૮૯૯ વેગન લોડિંગનો સર્વોચ્ચ આંકડો નોંધાવ્યો હતો. તેમાં અમદાવાદ વિસ્તારમાંથી ૨૭ રેક - ૧,૧૧૦ વેગન અને ગાંધીધામ વિસ્તારમાંથી ૬૩ રેક/૨,૭૮૯ વેગનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદ વિસ્તારમાં એક જ દિવસમાં ૩૦ રેક/૧,૧૩૯ વેગનનું લોડિંગ નોંધાયું હતું.
સપ્ટેમ્બર ૨૦૨૬માં શિવલખા ખાતે આવેલા જીસીટી (ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ) પરથી પ્રથમ વખત મે. કેએમટી એન્જીનિયરીંગ પ્રા.લી. દ્વારા કન્ટેનર રેકના માધ્યમથી મિરજ માટે લોડિંગ કરવામાં આવ્યું હતું. ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સંચાલિત આ રેક દ્વારા ૩૨.૩૨ લાખની વધારાની આવક પ્રાપ્ત થઈ હતી.આ ઉપરાંત, ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સામાખ્યાલીમાં સીએમએસ કિયોસ્ક કાર્યરત કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યાર્ડિંગ અને સ્ટેબલિંગ સહિત માલગાડીની સરેરાશ ગતિ ૧૪.૯૩ કિમી પ્રતિ કલાક રહી, જે ગત વર્ષના ૧૩.૧૮ કિમી પ્રતિ કલાકની સરખામણીએ ૧૩.૨૮% વધુ છે. આ જ સમયગાળા દરમિયાન ક્રેક ટ્રેનોની સંખ્યા વધીને ૧,૭૧૭ થઈ હતી, જે સપ્ટેમ્બર ૨૦૨૫ની ૧,૬૮૯ ટ્રેનોની સરખામણીએ ૧.૬૬% વધુ છે.
સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન મેલ - એક્સપ્રેસ ટ્રેનોનું સમયપાલન ૯૬.૫૮% રહ્યું, જે સપ્ટેમ્બર ૨૦૨૫ના ૯૩.૭૮%ની સરખામણીએ ૨.૮૦% વધુ છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ ૬,૩૯૭ કોચિંગ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જે ગત વર્ષમાં સંચાલિત ૬,૦૨૯ ટ્રેનોની સરખામણીએ ૬.૧૦% વધુ છે.મુસાફરોની સુવિધા માટે વિવિધ ટ્રેનોમાં ૪૨૯ વધારાના કોચ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેલ - એક્સપ્રેસ ટ્રેનોમાં કુલ ૨૨ ઈન્ડેન્ટેડ વીપી લગાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન અમદાવાદ મંડળનું કુલ સરેરાશ ઇન્ટરચેન્જ ૨૨૬.૧૦ ટ્રેન પ્રતિદિન રહ્યું, જે સપ્ટેમ્બર ૨૦૨૫ના ૨૧૬.૮૭ ટ્રેન પ્રતિદિનની સરખામણીએ ૯.૨૩% વધુ છે. ડ્ઢહ્લઝ્ર પોઈન્ટ્‌સ પર સરેરાશ ઇન્ટરચેન્જ ૧૦૩.૧૪ ટ્રેન પ્રતિદિન રહ્યું, જે ગત વર્ષના ૯૪.૪૬ ટ્રેન પ્રતિદિનની સરખામણીએ ૯.૧૯% વધુ છે.
સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ એલએનજી સંચાલિત ટ્રેન, જે ડીઝલ - એલએનજી ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમ પર આધારિત છે, તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબરમતી રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. અમદાવાદ મંડળ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૬માં માલ પરિવહન અને પરિચાલન ક્ષેત્રે નોંધાયેલી આ સિદ્ધિઓ વધુ સારી પરિચાલન કાર્યક્ષમતા, માલ પરિવહનને પ્રોત્સાહન, નવી વ્યવસાયિક તકોના વિકાસ તેમજ મુસાફર અને માલ સેવાઓની ગુણવત્તામાં સતત સુધારા પ્રત્યે મંડળની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
---------

Comments

COMMENT / REPLY FROM