કચ્છ તરફ ઘૂસાડાતો રૂ.૧૮.૯૪ લાખનો વિદેશી દારૂ ડમ્પરના ગુપ્ત ખાનામાંથી ઝડપાયોઃ રૂ.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણ LCB એ કલ્યાણપુરા હાઇવે પર વોચ ગોઠવી ૧૨,૧૫૬ બોટલો સાથે ૨ ઇસમોને દબોચ્યા : કચ્છનો બુટલેગર અને માલ ભરાવનાર ફરાર
પાટણ LCB ની આ કાર્યવાહીથી કચ્છના દારૂના નેટવર્ક સાથે જોડાયેલા બુટલેગરોમાં તથા ખાખીના અમુક ભ્રષ્ટતત્વો-વહીવટદારોમાં પડી છે ભારે ફાળ
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવાના નિતનવા કીમિયાઓ સામે આવી રહ્યા છે, ત્યારે રાધનપુર હાઇવે પરથી ડમ્પરના ખાસ બનાવેલા ગુપ્ત ખાનામાં છુપાવીને કચ્છ તરફ મોકલાતો રૂ. ૧૮.૯૪ લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડી કચ્છના બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે.બનાવની વિગતો અનુસાર, સરહદી કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની મોટી ખેપ ઘૂસાડવામાં આવનાર હોવાની ચોક્કસ બાતમી પાટણ LCB ને મળી હતી. બાતમીમાં જણાવ્યા મુજબ રાધનપુર તરફથી એક ડમ્પર વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને કચ્છ તરફ રવાના થયું હતું. જેથી LCB મ્ની ટીમે કલ્યાણપુરા ગામ નજીક હાઇવે પર નાકાબંધી અને વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ ડમ્પર પસાર થતાં જ પોલીસે તેને આંતરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.પોલીસ ટીમે ડમ્પરની ઊંડાણપૂર્વક તલાશી લેતાં, વાહનમાં દારૂની હેરાફેરી માટે વિશેષ રૂપે બનાવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૨,૧૫૬ બોટલો (કિંમત રૂ. ૧૮.૯૪ લાખ) મળી આવી હતી. પોલીસે રૂ. ૧૮.૯૪ લાખનો દારૂ, ગુનામાં વપરાયેલ ડમ્પર તથા અન્ય સામગ્રી મળીને કુલ રૂ. ૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી દિયોદરના ડ્રાઇવર શૈલેષભાઈ પ્રેમાભાઈ અને રાજસ્થાનના ઓમપુરી મગપુરી ગૌસ્વામીની ધરપકડ કરી હતી. જોકે, આ દારૂનો જથ્થો ભરાવનાર મુખ્ય સૂત્રધાર તેમજ કચ્છમાં આ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગરપોલીસને જોઈને ફરાર થઈ ગયા છે.કચ્છમાં દારૂ મંગાવનાર બુટલેગર અને માલ ભરાવનાર બંને ફરાર આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દારૂનો આ મોટો જથ્થો કચ્છમાં કયા વિસ્તારમાં અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ વિગતવાર તપાસ ચલાવવામાં આવી રહી છે. પાટણ ન્ઝ્રમ્ ની આ કાર્યવાહીથી કચ્છના દારૂના નેટવર્ક સાથે જોડાયેલા બુટલેગરોમાં ભારે ફાળ પડી છે.

Comments