Trending News
સ્થાનિક સમાચાર

પડાણાની સીમમાંથી ગેરકાયદે દેશી બંદૂક  સાથે યુવક ઝડપાયોઃ SOG કાર્યવાહી

17 September



ગાંધીધામઃ પૂર્વ કચ્છ એસ.ઓ.જી. અને ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે પડાણા ગામની સીમમાંથી એક યુવકને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી. કોન્સ્ટેબલ પ્રકાશકુમાર દવેને મળેલી માહિતી આધારે 
પડાણાથી સીમ તરફ જતા રસ્તે ચાની દુકાન નજીક બાવળોની ઝાડીમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન મુકનદર દાઉદભાઈ ગંઢ (ઉ.વ. ૨૨, રહે. પડાણા) પાસે કોઈ પણ પાસ-પરમિટ વગરની હાથ બનાવટની એક દેશી બંદૂક (અગ્નિશસ્ત્ર, કિંમત રૂ. ૫,૦૦૦) મળી આવી હતી. પોલીસે બંદૂક જપ્ત કરી આરોપી સામે આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)એ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

Comments

COMMENT / REPLY FROM