Trending News
સ્થાનિક સમાચાર

દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજનાના લાભાર્થીઓએ તાત્કાલિક ધોરણે આધાર વેરિફિકેશન કરાવવું

16 September



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ લાભ મેળવનાર ખેડૂતોને જણાવવાનું કે વર્ષ ૨૦૨૦-૨૧, વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન આઈ ખેડૂત ૧.૦ પોર્ટલ પર કરેલ અરજીઓ પૈકી મંજુર થયેલ અને માર્ચ-૨૦૨૬ સુધી લાભ મેળવનાર તમામ લાભાર્થી ખેડૂતોએ વર્ષ ૨૦૨૬-૨૭ માં દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજનામાં એપ્રિલ-૨૬ થી સપ્ટેમ્બર-૨૬ સુધી (પ્રથમ હપ્તા)નો લાભ મેળવવા માટે જુના આઈ ખેડૂત ૧.૦ પોર્ટલની જગ્યાએ નવા આઈ ખેડૂત  ૨.૦ પોર્ટલ પર ખેડૂત લાભાર્થીએ પોતાની પ્રોફાઈલ બનાવી આધાર વેરિફિકેશન કરાવવું ફરજીયાત છે. ત્યારબાદ લાભાર્થીએ આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ પર પોતાની લોગીન આઈડી ખોલતા મેનુમાં આત્મા-ગાય યોજના દેખાય ત્યાં ફરીથી રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.
આ અંગે આત્મા સ્ટાફ, ખેડૂતો મિત્રો, કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન ારા ટેલીફોનીક, રૂબરૂ તેમજ સોશીયલ મિડિયાના માધ્યમથી અવારનવાર જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં ઘણાબધા લાભાર્થી ખેડૂતોએ હજુ સુધી આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ પર પ્રોફાઇલ બનાવેલ નથી. જેથી સ્થળ ચકાસણી કરતા લાભથી વંચિત રહેવાની શક્યતા છે. તમામ જુના લાભાર્થીઓએ તાત્કાલિક ધોરણે આ પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતિ છે. પ્રોફાઈલ અને આધાર વેરિફિકેશન માટે ગ્રામ પંચાયતના વીસીઈ, ખેડૂત મિત્ર, તાલુકા કક્ષાના આત્મા સ્ટાફ (બ્લોક ટેકનોલોજી મેનેજર, તાલુકા પ્રોજેક્ટ મેનેજર, આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર, ખેતી મદદનીશ અથવા ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજનો સંપર્ક કરવા જણાવાયું છે.
--------

Comments

COMMENT / REPLY FROM