Trending News
સ્થાનિક સમાચાર

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘કલા મહોત્સવ’ નાટક સ્પર્ધાનું આયોજન

16 September


ભુજ - કચ્છઉદય : રાજ્યમાં કલાને પ્રોત્સાહન મળે તથા કલા પ્રેમી બાળ કલાકારોને તેઓની કલા ઉજાગર કરવાનીતક મળી રહે, તથા કલાકારને ભવિષ્યમાં આગવી ઓળખ મળી રહે તે હેતુથી ગુજરાતના તમામ સંસદીય મત વિસ્તારોમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ‘કલા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે નાટકની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવનાર થાય છે. જેમાં સંસદીય ક્ષેત્રમાં સામેલ તમામ કોલેજોમાં નાટકની સ્પર્ધાનુ આયોજન  કરવાનું થાય છે. તેમજ વિધાનસભા  ક્ષેત્રમાં તમામ માધ્ય  ઉચ્ય. માધ્ય શાળાઓમાં નાટકની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવાનું  થાય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ  ગુજરાત રાજ્યની માધ્ય, તથા ઉચ્ચ માધ્ય. શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજુ કરીને સમાજમાં વ્યાપક સામાજીક જાગૃત્તિ ફેલાવવી તેમજ બાળકોમાં નાટ્યકલા સવાદ કૌશલ્ય અને અભિવ્યક્તિ ક્ષમતાનો વિકાસ કરવો.
સદરહુ કચ્છ જિલ્લામાં પણ તમામ કોલેજ તથા માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આગામી તા. ૧૭/૯ થી ૨/૧૦ દરમ્યાન નીચે આપેલ લિંક આધારે આપેલ સ્ક્રિપ્ટ સાથે ઓડીયો ફાઇલ પર વિધાર્થીઓ પાસે લીપ્સીગ કરાવવાના રહેશે. આ નાટકના પાત્રોમાં જે તે કોલેજ તેમજ જેતે માધ્યમિક, ઉચ્ચ.માધ્ય શાળાઓના વિધાર્થીઓ જ હોવા જોઇએ. તેમજ નાટક શાળા તથા કોલેજના એવા સમયે યોજવૂં જેમાં વાલીઓ તથા સ્થાનીક લોકો વધુ ને વધુ  તેને નિહાળી શકે તથા સંપૂર્ણ નાટકનું સ્પષ્ટ  એચડી વિડીયો રેકોર્ડીંગ કરવુ. ઓડિયો  તથા વિડીયો ક્વોલીટી ઉત્તમ હોવી આવશ્યક  છે.
કોલેજના વેદ્યાર્થીઓ કચ્છ ના સંસદીય ક્ષેત્ર નાં લેશે તથા માધ્યમિક, ઉચ્ચ. માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ વિધાનસભા ક્ષેત્રમાંથી આ કૃતિમાંથી ભાગ લેશે સામેલ લીંક માં રજીસ્ટ્રેશન કરી પોતાની કૃતિને ગુગલ ડ્રાઈવ પર અપલોડ કરશે તેમજ ગુગલ ડ્રાઈવ તે રજીસ્ટેશન લીંક પર અપલોડ કરવાની  રહેશે, ગુગલ ડ્રાઈવ લિંક્મા ‘એનીવન વીથ લિંક કેન વ્યુ’માં રાખવી જેથી નિર્ણાયક  દ્વારા મુલ્યાંકન થઇ શકે. ગુગલ ફોર્મ સબમીશન રંંજઃ// ર્કદ્બિજ. ખ્તઙ્મી/ં૮ઝ્ર ૂ૨ૈ્‌ર્અજ છઉ૧ઊેંં૬  કરવુ. જેમાં આપેલ તમામ વિગતો ફરજીયાત ભરવી તેમજ ગુગલ ડ્રાઈવ પણ આ ફોર્મમાં અપલોડ કરવાની રહશે. નિર્ણાયક દ્વારા મુલ્યાંકન કરી પ્રત્યેક વિધાનસભા ક્ષેત્ર આધારિત આઠ  પ્રોત્સાહક ઇનામો  આપવામાં આવશે, જેમાં પ્રથમ ક્રમાંક  મેળવનાર શાળાને રૂ.૫૧૦૦૦, દ્વિતિય ક્રમાંક  રૂ. ૩૧૦૦૦ તથા તૃતિય  ક્રમાંક રૂ. ર૧૦૦૦નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. તેમજ અન્ય ૫(પાંચ) કૃતિઓનેની  શાળાઓને રૂ. ૧૧૦૦૦નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. તો આ કલા મહોત્સવની નાટક ની  સ્પર્ધામાં પ્રત્યેક  શાળાઓ ભાગ લે તેમજ ઉપર જણાવેલ લીંકમાં સમગ્ર વિગત અપલોડ કરી  રજીસ્ટ્રેશન કરશે. નાટકની સ્ક્રિપ્ટ આ સાથે લીંકમાં સામેલ છે તે મુજબ રપ થી ૩૦ મિનીટનું નાટક તમામશાળાઓમાં કરવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો કયેરી. કચ્છ- ભુજ નો સંપર્ક કરવાનું રહશે. 
-----------

Comments

COMMENT / REPLY FROM