Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં હેરોઈન સાથે પંજાબનો ઇસમ ઝડપાયો

17 September


પડાણા હાઈવે નજીક મીની પંજાબી હોટલના પાર્કિંગમાંથી ૧૮.૯૫૦ ગ્રામ હેરોઈન સહિત કુલ ૩.૯૧ લાખનો મુદ્દામાલ કબજે

ગાંધીધામઃ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરી પડાણા હાઈવે રોડ પર મીની પંજાબી હોટલના પાર્કિંગ નજીકથી બગીચાસિંઘ ઉર્ફે સોનુ સંતોખસિંઘ (ઉ.વ.૪૬), રહે. સબરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ૧૮.૯૫૦ ગ્રામ હેરોઈન, કિંમત ૩,૭૯,૦૦૦, મોબાઈલ, નાનો વજનકાંટો, રોકડ સહિત કુલ ૩,૯૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS  છષ્ઠંની કલમ ૮(C), ૨૧(B ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. કાર્યવાહી PI  એસ.વી. ગોજીયા,PSI  સી.એચ. બડીયાવદરા તથા સર્વેલન્સ સ્ટાફે કરી હતી.



................

લાખા જેવાના સામ્રાજયને તોડો, તોજ  ભચાઉ પટ્ટામાં બદીઓ વકરતી અટકશે


પોલીસ હાઈેવે-ઢાબા પર કોમ્બીંગ તવાઈ બોલાવો 



પૂર્વ કચ્છમાં ખાસ કરીને ભચાઉ-વાગડ સહીતના પટ્ટામાં અમુક પાર્કીંગમા અથવા તો ઢાબા સ્ટાઈલ હોટેલોના પરીસરમાં છાશવારે ડ્રગસ સહિતના બેનામી પર્દાથો મળી રહ્યા છે ત્યારે જાણકારો કહી રહયા છે કે, અહી ઢાબા સ્ટાઈલ હોટલોમાં કોમ્બીંગ તવાઈ બોલાવી જરૂરી બની છે. લાખા જેવાઓના સામ્રાજયને તોડાશે તો જ આ બદી અટકશે. 

 

Comments

COMMENT / REPLY FROM