જખૌ ઓધવધામ ખાતે ગણેશોત્સવની ઉજવણી
જખૌ - કચ્છઉદય : અબડાસા તાલુકાનું જખૌ ગામ સંત ઓધવરામજી મહારાજનું જન્મસ્થળ છે. આ ઓધવધામ ખાતે ગણેશજીના પવિત્ર પર્વ ગણેશોત્સવની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી.
ગણેશજીની સ્થાપના, પૂજા-અર્ચના, ભજન તેમજ મહાઆરતી, રાસ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઓધરામજી મહારાજ તથા ગણેશજીના દર્શન કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જખૌ ભાનુશાલી મહાજનના પ્રમુખ રાજ દામા, મિતેશ દામા, સંતોષ જોયસર, જીવરામ ભદ્રા, હરેશ દામા વગેરેએ જહેમત ઉઠાવી હતી એવું પ્રવિણભાઈ એસ. દામાની યાદીમાં જણાવાયું હતું.
---------

Comments