Trending News
સ્થાનિક સમાચાર

માધાપરની વિદ્યાર્થિનીઓએ વુશુમાં ૧૧ સુવર્ણ અને પ રજતચંદ્ર મેળવ્યા 

16 September



ભુજ - કચ્છ ઉદય : રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ - ભુજ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાની વુશુ સ્પર્ધાનું આયોજન માધાપર ખાતે કરાયું હતું. જેમાં અન્ડર ૧૭ અને અન્ડર ૧૯ એમ બંન્ને વિભાગમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દિકરીઓ સમગ્ર જિલ્લામાં ૧૧ પ્રથમ નંબરે (ગોલ્ડ મેડલ) અને ૪ દ્વિતીય નંબરે(સિલ્વર મેડલ) પ્રાપ્ત કરી સંસ્થાનું નામ ગૌરવવંતુ કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ છે જે હવે રાજ્યકક્ષાએ કચ્છ જીલ્લાનું પ્રતિનિધત્વ કરશે.
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ  સ્વામિનારાયણ મંદિરના પુજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ  અને મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ કાનજીભાઈ મેપાણી, મંત્રીશ્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. 
--

Comments

COMMENT / REPLY FROM