વડાપ્રધાન મોદીના ૭૬માં જન્મદિનની ઉજવણી ભાગરૂપ સાંસદ વિનોદભાઇ ચાવડા તરફ થી વિવિધ જન કલ્યાણના કાર્યક્રમોનું આયોજન
ભુજ - કચ્છઉદય : ભારતની ભવ્યતા ને દુનિયામાં ઓળખ આપનાર ઊર્જાના અપાર સ્ત્રોતસમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૭૫ વર્ષ સફળતા અને સંઘર્ષ સાથે સૌહાર્દયપૂર્ણ પુરા કરી ૭૬માં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે દીર્ઘાયુ અને સ્વસ્થતા માટે શુભેચ્છા પાઠવતા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપતા સાંસદ સ્ટાર્ટઅપ સેમીનાર ભુજ ટાઉનહોલ મધ્યે સવારે ૯ કલાકે, દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ ભુજ હોસ્પિટલ રોડ આંબેડકર ભવન ખાતે બપોરે ૩ કલાકે, નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિમ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકાર, ડિસ્ટ્રિક કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને કચ્છ લોકસભાના સંયુક્ત ઉપક્રમે સાયન્સ સેમીનાર - ૨૦૨૬ રિજનલ સાયન્સ સેન્ટર ભુજ મધ્યે બપોરે ૩ઃ૩૦ કલાકે તથા ટીબી મુક્ત કચ્છ અભિયાન અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના તમામ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ ટીબી હોસ્પિટલ ગ્રાઉન્ડ - કેમ્પ એરિયા ભુજ મધ્યે ૪ઃ૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે. તદ્દઉપરાંત વૃક્ષારોપણ, સાંસદની પ્રેરણા અને માર્ગદર્શન વિવિધ જન કલ્યાણના સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમોમાં પક્ષના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને જનતા જનાર્દનને સહભાગી થવા સાંસદ તરફથી અનુરોધ કરાયો છે.
------

Comments