મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો અંજારમાં જિલ્લા ટ્રાફિક પોલીસનું રાત્રિ ચેકિંગ : મોડિફાઇડ લાઇટ, બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરનાં વાહનચાલકો સામે કાર્યવાહી સામખીયાળીમાં શક-વહેમ રાખી મહિલા પર હુમલો : ગુપ્તાંગમાં મરચું છાંટ્યું :જબરદસ્તી વિડીયો બનાવ્યો  ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાહિલ સામે પાસા હેઠળ કાર્યવાહી રાપર-પ્રાગપર રોડ પર સરકારી જમીન પરનું  રૂ. ૧૫ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો : ૨,૨૦૦ લીટર આથો ઝડપાયો આડેસર પોલીસનો સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર સપાટો : હોટલ સહિત ૬ દુકાનો નું ડિમોલિશન કરાયું

ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ 

WhatsApp X

ભચાઉઃ પૂર્વ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોગલમાતાજી કબરાઉ મંદિરથી આગળના રસ્તે પૂર્વઆયોજિત કાવતરા હેઠળ લૂંટની ઘટના બની છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખરોડીયા ગામના રહેવાસી અને ખેતીનો વ્યવસાય કરતા ફરિયાદી વિપુલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉ.વ.૩૩) પાસેથી આરોપીઓએ વિશ્વાસઘાત કરી રૂ.૨,૫૦,૦૦૦/- રોકડા લૂંટી લીધા હતા.

આ ઉપરાંત ફરિયાદી સાથેના સાહેદ ભરતભાઈના ગળા પર છરી રાખી તેમની પાસેથી બળજબરીપૂર્વક મોબાઈલ ફોન દ્વારા રૂ.૫૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે ભુજના શેખફળિયામાં રહેતા અલીશા કાશમશા શેખ સહિત બે અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ. ૨૦૨૩ની કલમ ૩૦૯(૪), ૩૦૮(૨), ૩૧૬(૨), ૬૧(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.