ગાંધીધામ : આદિપુરમાં મદનસિંહ સર્કલથી તોલાણી કોલેજ તરફ જતાં વિનય સિનેમા સામેના રોડ પર તા. ૧૯/૧૧/૨૦૨૬ના રોજ પરોઢના સુમારે ૪ઃ૩૦ વાગ્યે બુલેટ નંબર જીજે-૩૯-એન-૯૯૯૭ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી રહ્યા હતા તે દરમિયાન પગે ચાલી જતા સુનીલ ગોપાલ દત્તને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાના કારણે તેમના મોત નીપજ્યા હોય આ અંગે આદિપુર પોલીસે બીએનએસની કલમ ૨૮૧, ૧૦૬(૧) અને એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ આરોપી પ્રવીણસિંહ ભચુભા જાડેજા (ઉ.વ. ૪૮, રહે. ઈફ્કો કોલોની, ગાંધીધામ; મૂળ રહે. નાની ખાખર, તા. માંડવી) વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ સંભાળી છે.
આદિપુરમાં બુલેટની ટક્કરે પગે જતા યુવકનું મોત

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.