મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ  ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો સામખીયાળીમાં શક-વહેમ રાખી મહિલા પર હુમલો : ગુપ્તાંગમાં મરચું છાંટ્યું :જબરદસ્તી વિડીયો બનાવ્યો  ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાહિલ સામે પાસા હેઠળ કાર્યવાહી રાપર-પ્રાગપર રોડ પર સરકારી જમીન પરનું  રૂ. ૧૫ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો : ૨,૨૦૦ લીટર આથો ઝડપાયો આડેસર પોલીસનો સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર સપાટો : હોટલ સહિત ૬ દુકાનો નું ડિમોલિશન કરાયું

અંજારમાં જિલ્લા ટ્રાફિક પોલીસનું રાત્રિ ચેકિંગ : મોડિફાઇડ લાઇટ, બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરનાં વાહનચાલકો સામે કાર્યવાહી

WhatsApp X

ગાંધીધામ : કચ્છ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને માર્ગ સુરક્ષા જાળવવાના હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક પી.આઈ. શ્રી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અંજાર વિસ્તારમાં પોલીસ ટીમ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી મોડિફાઇડ લાઇટ, વાહનોના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ તેમજ નંબર પ્લેટ વગર ચલાવવામાં આવતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને અટકાવી જરૂરી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, વાહનોમાં ગેરકાયદેસર ફેરફાર ન કરવા અને જરૂરી દસ્તાવેજો તથા નંબર પ્લેટ સાથે જ વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. આવી ચેકિંગની કામગીરીથી નિયમભંગ કરતા વાહનચાલકોમાં કાયદાનો ડર ઊભો થાય અને માર્ગ અકસ્માતો અટકાવવામાં મદદ મળે તેવો હેતુ છે.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.