મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભુજ - ધોરડો રોડ પર આવેલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટે સહિત ૪૨ સ્થળોએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું પોખરણમાં અદાણીની બઘીરા એટી-વન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ નિરાધાર લોકોની સેવાની કામગીરી નિહાળી દેઢિયા પરિવારે વ્યક્ત કરી સહયોગની ભાવના ​​​​​​​પ્રાગપર ગામે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયું અમદાવાદ-બરૌની વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાહિલ સામે પાસા હેઠળ કાર્યવાહી રાપર-પ્રાગપર રોડ પર સરકારી જમીન પરનું  રૂ. ૧૫ લાખનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો : ૨,૨૦૦ લીટર આથો ઝડપાયો કચ્છમાં દિવાળીની આડમાં બજારોમાં બેફામ ખેલાયો જીએસટી ચોરીનો કાળો કારોબાર નખત્રાણામાં માતાએ માસુમ પુત્ર સાથે અગન પીછોડી ઓઢી મોતને વ્હાલું કર્યું  અંજારમાં એલસીબીએ ૧૩.૪૩ લાખના વિદેશી દારૂ સહિત વાહનો જપ્ત કર્યા રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

આડેસર પોલીસનો સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર સપાટો : હોટલ સહિત ૬ દુકાનો નું ડિમોલિશન કરાયું

WhatsApp X

નેશનલ હાઈવે-૨૭ના સર્વિસ રોડ અને આડેસર રેલવે સ્ટેશન જવાના રસ્તે સંયુક્ત કામગીરી; કુલ ૫૫૦ ચોરસ મીટર સરકારી જમીન પરથી રૂ. ૭.૨૦ લાખની કિંમતના દબાણો દૂર કરાયા

ખાટલે મોટી ખોટ : પૂર્વ કચ્છમાં વિવિધ અસામાજીક તત્વો, દબાણકારોની સામે કડક રાહે ધોક્કો પછાડવામાં આવી રહ્યો છે, પરંતુ જેની સામે ૩૦-૩૦ જેટલા લીકરના ગંભીર ગુનાઓ દાખલ છે, પોલીસના કથિત બાતમીદારને ૮૦-૮૦ જેટલા ફ્રેકચર કરી મોતને ઘાટ ઉતારી દીધો છે તેવા પૂના જેવા કુખ્યાત બુટલેગર ટોળકીની મિલ્કતો સામે કેમ બુલડોઝરવાળી કરવામાં આવતી નથી? : પૂર્વ કચ્છ એસપી ગુજરાતભરમાં ડીટેકશન રેટમાં સંભવત ટોપ પર હશે, પરંતુ પુના જેવા કુખ્યાત બુટલેગરને પકડવામાં, તેના નેટવર્કને તોડવામાં, તેની ગેરકાયદેસર સંપત્તીઓ પર બુલડોજર ચલાવાવમાં કેમ નિષ્ફળ પુરવાર થઈ રહ્યા છે..?

ગાંધીધામ  - કચ્છઉદય : પૂર્વ કચ્છમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે આડેસર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના નેતૃત્વમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંયુક્ત ડિમોલિશન હાથ ધરાયું હતું.આ કામગીરીમાં આડેસરના અનવર અયુબભાઈ હિંગોરજા દ્વારા નેશનલ હાઈવે-૨૭ના સર્વિસ રોડ પાસે સરકારી જમીન પર બનાવવામાં આવેલી અંદાજે ૨૫૦ ચોરસ મીટરની અમદવાદી તવા ફ્રાય હોટલનું દબાણ દૂર કરાયું હતું. જ્યારે અનવરઅલી અગરઅલી સૈયદ દ્વારા આડેસર રેલવે સ્ટેશન જવાના રસ્તે બનાવવામાં આવેલી ૬ જેટલી દુકાનોનું અંદાજે ૩૦૦ ચોરસ મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.કુલ ૫૫૦ ચોરસ મીટર (૫,૯૨૦ ચોરસ ફૂટ) વિસ્તારના દબાણો દૂર કરી અંદાજે રૂ. ૭.૨૦ લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જી.એ. સોલંકી (ગાગોદર પોલીસ સ્ટેશન), રાપરના નાયબ મામલતદાર યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, આડેસર પોલીસ સ્ટાફ તેમજ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ સ્ટાફ જોડાયો હતો.

તસવીરો

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.