રાપર પોલીસ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત
કામગીરી, ૨૫૦ ચોરસ મીટરનું કોમર્શિયલ દબાણ હટાવાયું
રાપર : રાપર પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. પ્રજાપતિની આગેવાનીમાં રાપર-પ્રાગપર રોડ પર સરકારી પડતર જમીન ઉપર મહમદ અયુબભાઈ હસનભાઈ મન્સૂરી દ્વારા કરવામાં આવેલ આશરે ૨૫૦ ચોરસ મીટર (૨૬૯૧ ચોરસ ફૂટ)નું ગેરકાયદેસર કોમર્શિયલ મકાનનું દબાણ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંયુક્ત રીતે દૂર કરવામાં આવ્યું હતું. દૂર કરાયેલા દબાણની અંદાજિત કિંમત રૂ. ૧૫ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. શ્રી વી.આર. પ્રજાપતિ, નાયબ મામલતદાર શ્રી સંદીપભાઈ મકવાણા, પો.સબ.ઇન્સ. શ્રી બી.એસ. ચૌધરી, શ્રી પી.એલ. ફણેજા તથા રાપર પોલીસ સ્ટાફ જોડાયો હતો.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.