અંગીયામાં ચાની કેબીન અને ટાયર સર્વિસની દુકાનરૂપી દબાણ તોડી પડાયું
ભુજ - કચ્છઉદય : નખત્રાણા તાલુકાના અંગીયામાં ચાની કેબીન અને ટાયર સર્વિસની દુકાનરૂપી દબાણને તોડી પડાયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ નાના અંગીયા ગામની સરકારી જમીન સર્વે નંબર ૪ર૦ પૈકી ૪ ના ક્ષેત્રફળ ૪૦૦ ચો.મી.માં થયેલ વાણીજયક દબાણ દૂર કરવા બાબતે નખત્રાણા મામલતદાર દ્વારા નોટીસ આપવામાં આવી હતી. ૪૦૦ ચો.મી. જમીન ખાલી કરાવવામાં આવી છે જેની કિંમત ર.ર૮ લાખ આંકવામાં આવી છે. માલધારી ટી હાઉસ અને હિન્દુસ્તાન ટાયર સર્વિસ નામની દુકાનરૂપે કરવામાં આવેલ દબાણ દૂર કરી સરકારી જમીન ખાલી કરવામાં આવી હતી.

Comments