સુરતમાં ૧૬૦૦ કિલોથી વધુ નકલી ઘી ઝડપાયું : કચ્છમાં પણ ડુપ્લીકેટ ઘીના નેટવર્ક અને છૂપી ફેક્ટરીઓ ધમધમી તો નથી ને?
તહેવારો ટાણે જન આરોગ્ય સાથે ચેડાં કરતી ગેંગ સક્રિયઃ તંત્ર ઊંઘતું કે આંખ આડા કાન કરે છે?
રિફાઇન્ડ સોયાબીન તેલ અને વનસ્પતિ ફેટમાંથી બનાવતા હતા નકલી ‘ઘી’ઃ લાખોનો મુદ્દામાલ જપ્ત અગાઉ ભુજ સહિતના વિસ્તારોમાં પણ પકડાઈ ચૂક્યા છે નકલી ઘીના કારનામા
ગાંધીધામ : રાજ્યમાં તહેવારોની મોસમ નજીક આવતા જ પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા ભેળસેળિયાઓ સક્રિય થઈ ગયા છે. તાજેતરમાં જ સુરતમાંથી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને પોલીસની સંયુક્ત ટીમે રેડ સીને અંદાજે ૧૬૦૦ કિલોગ્રામથી વધુ (આશરે રૂા. ૧૮ થી ૨૦ લાખની કિંમતનું) શંકાસ્પદ અને નકલી ઘી ઝડપી પાડ્યું છે. સુરતના અબ્રામા રોડ પર આવેલા એક ગોડાઉનમાં રિફ્ફાઇન્ડ સોયાબીન તેલ, વનસ્પતિ (ડાલડા) ઘી અને એસેન્સ તથા કેમિકલનો ઉપયોગ કરીને જાણીતી બ્રાન્ડના નામે નકલી ઘી બનાવવાનું મોટું કૌભાંડ પકડાયું હતું. સુરતની આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે, ત્યારે સવાલ એ થાય છે કે શું કચ્છ જિલ્લામાં પણ આવા ડુપ્લીકેટ ઘીના નેટવર્ક અને છૂપી ફેક્ટરીઓ બેરોકટોક ધમધમી રહી નથી ને?
..........
કચ્છ જિલ્લામાં (ખાસ કરીને ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં) શ્રી પીયુષ પટેલ જ્યારે એસ.પી. તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમણે ભેળસેળિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે અત્યંત કડક ઝુંબેશ ચલાવી હતી.તેમની કડક અને બાહોશ કાર્યશૈલીને કારણે જ બનાવટી/ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ પર દરોડા પાડીને મોટું નેટવર્ક પકડી પાડવામાં આવ્યું હતું અને ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. કચ્છમાં તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વોનો ’સોથ વાળી દેવા’ માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે.
કચ્છમાં અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે નકલી ઘીના મોટા કારનામા
ગાંધીધામ : કચ્છ જિલ્લા માટે આ પ્રકારના ખાદ્ય ભ્રષ્ટાચારો નવા નથી. અગાઉ પણ ભુજ જથ્થાબંધ બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને લાખો રૂપિયાની કિંમતનું નકલી અને બનાવટી ઘી ઝડપી લેવામાં આવ્યું હતું. અગાઉના કિસ્સાઓમાં પણ પકડાયું હતું કે કેવી રીતે વનસ્પતિ તેલ અને હાનિકારક કેમિકલ ભેળવીને અસલી ઘીના નામે બજારમાં ઝેર વેચવામાં આવે છે. છતાં ભૂતકાળના બનાવોમાંથી બોધપાઠ લઈને કડક પગલાં ભરવાને બદલે તંત્ર મોટાભાગે માત્ર દેખાડા પૂરતી જ કાર્યવાહી કરતું હોય તેવી પ્રતીતિ થાય છે.નકલી ઘી કેવી રીતે બને છે અને પ્રજાના સ્વાસ્થ્ય માટે કેટલું ઘાતક? આ નકલી ઘી બનાવવા માટે ભેળસેળિયાઓ સસ્તા અને લોકહાનિકારક રિફ્ફાઇન્ડ સોયાબીન ઓઈલ, પામ ઓઈલ, વનસ્પતિ ડાલડા તેમજ ગૌરવ કે સ્વાદ લાવવાના કૃત્રિમ કેમિકલ-એસેન્સનો
ઉપયોગ કરે છે. અસલી શુદ્ધ ઘીના નામે વેચાતા આ ઝેરી પદાર્થો માનવીય યકૃત, હૃદય અને પાચન પર અત્યંત વિપરીત અસર કરે છે. તહેવારો ટાણે જ્યારે મીઠાઈઓ અને ઘીની ખપત અસંખ્ય ગણી વધી જાય છે, ત્યારે આ જથ્થો બજારમાં કેટલો વેચાઈ ચૂક્યો હશે અને નાગરિકોના શરીરમાં કેટલું ઝેર જતું રહ્યું હશે તેની કલ્પના કરવી પણ ડરામણી છે.
..........
સરકારી વિભાગોની જવાબદારી શું અને ક્યાં થાય છે ચૂક?
ેથી ચેકિંગ કરવું, શંકાસ્પદ ગોડાઉનો અને ડેરીઓની ચકાસણી કરી સેમ્પલ લેવા તે આ વિભાગની પ્રાથમિક જવાબદારી છે. પરંતુ કચ્છ જેવા વિશાળ જિલ્લામાં આ વિભાગની કામગીરી ઘણીવાર અમુક ચોક્કસ વિસ્તારો કે નામપૂરતી જ સીમિત રહેતી હોવાની લોકચર્ચા રહે છે.*સ્થાનિક પોલીસ તંત્ર : ગેરકાયદે ફેક્ટરીઓ કે સંગ્રહસ્થાન પર વોચ રાખીને ગુનાહિત પ્રવૃત્તિ ડામવામાં પોલીસની ગુપ્તચર પ્રણાલી સક્રિય હોવી જરૂરી છે.*તંત્ર ઊંઘતું ઝડપાય તે પહેલાં તવાઈ જરૂરી : બહારની કોઈ એજન્સીઓ કે અન્ય જિલ્લાઓની કડીઓ કચ્છ સુધી ન ખુલે અથવા સ્થાનિક સ્તરે કોઈ મોટું રેકેટ ઓપરેટ ન થતું હોય તે માટે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં ફૂડ વિભાગ તથા પોલીસે સંયુક્ત રીતે ‘સંઘર્ષ અભિયાન’ ચલાવવું અનિવાર્ય બન્યું છે. તંત્ર જો કોઈ મોટી હોનારત કે ગંભીર ખુલાસાની રાહ જોયા વગર વનસ્પતિ તેલથી બનતા આવા ડુપ્લીકેટ ઘીના અડ્ડાઓ પર ધડાધડ દરોડા નહીં પાડે, તો સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે થતા આ ખેલ અટકવાનું નામ નહીં લે.
..........

Comments