ખારીરોહરના માથાભારે મુસ્તાક કટીયા કચ્છ સહીત ૪ જિલ્લામાં તડીપાર કરાયો
ખીરઈ ગામ પાસે વાગડ હોટલ નજીક ૧૪૦૦ ચો.મી. સરકારી જમીન પરથી ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ દૂર કરાયું
ગાંધીધામ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છના ખારીરોહર ગામના મુસ્તાક જુસબ કટીયા (ઉં.વ. ૨૭) સામે આર્મ્સ એક્ટ અને મિલકત સંબંધી ગુનાઓ સહિતના ૪ ગુનાઓ નોંધાયેલા હોવાના આધારે તડીપારની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. એસ.ડી.એમ. અંજાર એસ.જે. ચૌધરીના હુકમથી મુસ્તાકને કચ્છ સહિત મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની હદમાંથી તડીપાર કરાયો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા તથા પો.સબ.ઇન્સ. એલ.એન. વાઢીયા અને સર્વેલન્સ સ્ટાફે કાર્યવાહી કરી હતી.
.......

Comments