Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાંં અસામાજીક તત્ત્વોએ કરેલું પ૪ લાખનું દબાણ દુર કરાયું

25 October



દબાણકર્તાઓ સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, મારામારી સહિતના ગુના નોંધાયેલા


ભુજ - કચ્છઉદય : જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા માટે અને ગેરકાયદે દબાણ દૂર કરવા માટે એસપી વિકાસ સુંડા દ્વારા સુચના આપવામાં આવી હોઈ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. 
ઓધવ વંદના સોસાયટીમાં રહેતા આરોપીઓ નુરમામદ ઈબ્રાહીમ અજડીયા, અરમાન નુરમામદ અજડીયા, ઈરફાન નુરમામદ અજડીયા, શબ્બીર હુસેન નુરમામદ અજડીયાએ ભુજ સીમમાં સર્વે નંબર ૮૭૦/૧ પૈકી વાળી જમીન પર ગેરકાયદે દબાણ કરી બાંધકામ કર્યું હોઈ સામાવાળા ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાથી ભુજ શહેર મામલતદારને દબાણ દુર કરવા માટે રીપોર્ટ કરવામાં આવ્યો હતો. 
મામલતદારના હુકમથી સ્વૈચ્છિક દબાણ દુર કરાયું હતું. જો કે દબાણ ફરતે દિવાલ દુર કરવામાં આવી ન હતી. જેથી દબાણ દુર કરી આશરે ૪પ૦ ચો.મીટર જમીન કિંમત રૂા. પ૪ લાખની સરકારી જમીન દબાણ મુકત કરવામાં આવી હતી. નુરમામદ સામે પાંચ, અરમાન સામે ત્રણ, ઈરફાન સામે ચાર અને શબ્બીર સામે એક ગુનો એ ડીવીઝન પોલીસમાં નોધાયેલો છે. આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, મારામારી, જુગારધારા સહિતના ગુના નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ કામગીરીમાં પ્રાંત અધિકારી એમ. જે. નાકીયા, મામલતદાર તેજસ પટેલ, એલસીબી પીઆઈ એ. એમ. મકવાણા, એ ડીવીઝન પીઆઈ એમ.આર. નકુમ, નાયબ મામલતદાર એન. વી. પંડયા, પીએસઆઈ એચ. આર. જેઠી, જે. બી. જાદવ, એમ. એચ. સીણોલ, સહિતના હાજર રહ્યા હતા. 

.......

Comments

COMMENT / REPLY FROM