Trending News
સ્થાનિક સમાચાર

રાપરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમના સરકારી જમીન પરના દબાણ પર તંત્રનો હથોડો !

25 October



ખીરઈ ગામ પાસે વાગડ હોટલ નજીક ૧૪૦૦ ચો.મી. સરકારી જમીન પરથી ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ દૂર કરાયું

ગાંધીધામ - કચ્છ ઉદય : કચ્છના રાપર તાલુકાના ખીરઈ ગામ નજીક બાદરગઢ પાટિયા પાસે આવેલી વાગડ હોટલ નજીક સરકારી જમીન પર કરાયેલું ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ જિલ્લા વહીવટી તંત્ર અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલભાઈ રાનવાસીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવી આશરે ૧૪૦૦ ચો.મી. જમીન, જેની બજાર કિંમત અંદાજે ?૨૦ લાખ છે, તે સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી. દબાણ કરનાર અલુભા ભેરજી સોઢા, રહે. ડાભૂંડા, રાપર, પ્રોહિબિશન અને મારામારીના ગુનાઓનો ઇતિહાસ ધરાવતા હોવાનું જણાવાયું છે.

......

Comments

COMMENT / REPLY FROM