અબડાસાના કરમટા ગામની સીમમાં ધાર્મિક દબાણ દૂર કરાયું
ભુજ - કચ્છઉદય : અબડાસા તાલુકાના કરમટા ગામની સીમમાં ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતં. કરમટા ગામની સીમમાં માર્ગ અને મકાન પેટા વિભાગ પંંચાયત નલિયા હસ્તકના વાગોઠ, હોથીયાય રોડ પર પ૧૦ ચો.મી. ક્ષેત્રફળમાં ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું. કલેકટર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ દબાણ દૂર કરી સરકારી જમીનનો કબજો સરકાર પક્ષે લેવામાં આવ્યો છે. ચાર લાખની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
.......

Comments