ગુજરાત સરકારના પાંચમા પગાર પંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો
ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સંબંધિત કર્મચારીઓને અગાઉના સમયગાળાનું બાકી મોંઘવારી ભથ્થું મેળવવાનો માર્ગ મોકળો થયો છે. વિવિધ સમયગાળા માટે મોંઘવારી ભથ્થાના દરમાં સુધારો કરીને ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી મહત્તમ ૪૪૩ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે નાણાં વિભાગે ૨ જૂન, ૨૦૨૬ના રોજ ઠરાવ જાહેર કરેલ.
પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના દરમાં સમયાંતરે સુધારો કરવામાં આવ્યો છે. ૧ જુલાઈ, ૨૦૨૨થીઃ ૩૯૬ ટકા, ૧ જાન્યુઆરી, ૨૦૨૩થી ૪૧૨ ટકા, ૧ જુલાઈ, ૨૦૨૩થીઃ ૪૨૭ ટકા, ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી ૪૪૩ ટકાના દરો પાંચમા પગાર પંચ હેઠળના સંબંધિત કર્મચારીઓ માટે છે. ૪૪૩ ટકાનો દર તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાગુ પડે છે એવું માનવું નહીં. નાણાં વિભાગના ઠરાવ મુજબ, અગાઉના સમયગાળા માટે મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ એટલે કે એરિયર્સની ચૂકવણી પણ કરવામાં આવશે.
-----

Comments