શિવ કથા માત્ર કથા નથી, જીવનને શિવમય બનાવવાનો સંકલ્પ
નારાયણ નગર ભુજમાં શિવ મહાપુરાણ કથા વિવિધ પ્રસંગોની ઉજવણી સાથે વિરામ પામી
ભુજ - કચ્છઉદય : શિવ કથા માત્ર કથા નથી, જીવનને શિવમય બનાવવાનો સંકલ્પ છે એમ જણાવી વક્તાએ શિવ-શક્તિ વિવાહ પ્રસંગ દ્વારા શક્તિ અને શિવ એકબીજાથી અલગ નથી. ભારતીય સંસ્કૃતિમાં દામ્પત્ય જીવનના મૂલ્યો, સમર્પણ અને સંસ્કારનું મહત્વ તેમજ ગણેશજી કાર્તિકેયના પ્રાગટ્ય પ્રસંગે બુદ્ધિ, વિવેક અને માતા- પિતાની સેવા કરવી જોઈએ એવુ કથાકાર શિવ પ્રિય જોષી મહારાજે રસાળ શૈલીમાં ભુજમાં ત્રિમંદિર સામે આવેલા નર
નારાયણ નગર ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પારસબા કૃષ્ણસિંહ જાડેજા અને વોર્ડ નંબર ૮ ના નગરસેવિકા વીમીબેન વિનોદભાઈ ઠક્કર દ્વારા આયોજીત શ્રી શિવ મહાપુરાણ કથામાં જણાવ્યું હતુ. કથાના વિવિધ દિવસોમાં ભગવાન શિવના દિવ્ય સ્વરૂપ, માતા શક્તિના પ્રાગટ્ય તથા શિવ-શક્તિના અલૌકિક મિલન સાથે જોડાયેલા પ્રસંગોનું ભાવસભર વર્ણન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગોએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો.
સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પંકજ ભાઇ મહેતા, મહાપ્રસાદના દાતા અને સામાજિક કાર્યકર કુંવર ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા, પારૂલબેન કારા, કમલભાઇ ગઢવી, જયેશભાઇ પોપટ, પ્રગ્નેશ ચોથાણી, ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા, શંભુભાઇ દેસાઇ (બ.કા.), વિનેશભાઇ અનમ, જીતેનભાઇ રેલોન, રાજપુત સમાજ અગ્રણી જોરૂભા રાઠોડ, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઇ શાહ, મનુભા જાડેજા, ચંદ્રેશભાઇ રબારી, અજીતભાઈ માણસત્તા, જટુભા રાઠોડ, ભાગવતાચાર્ય પૂજ્ય મહેશભાઇ ભટ્ટ, પૂ.ચંદુમા, પૂ.કદંબગીરી માતાજી, દિવ્યાગીરી માતાજી, ચંદ્રિકાબેન નવીનભાઈ દૈયા સહિત રાજકીય, ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રના વિવિધ અગ્રણીઓએ કથા શ્રવણનો લાભ લઇ આર્થિક સહયોગ પણ આપ્યો હતો. કથાનું સંચાલન જગદીશ ગોર "શરમાળ" એ કર્યું હતુ. જ્યારે વિનોદભાઇ ઠક્કર, કૃષ્ણસિંહ જાડેજા, દીનેશ ગણાત્રા, ધર્મેન્દ્ર અનમ, મનહરભાઇ પરમાર, ગૌતમભાઇ જોષી સહિતના સ્થાનિક રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.
-----

Comments