Trending News
સ્થાનિક સમાચાર

ભુજ સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરાયું 

06 October


છાત્રાલયના નવા ટ્રસ્ટી મંડળની વરણી કરાઈ 

ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રેરણાથી ઈ.સ. ૧૮૩૩માં ભુજના લાલટેકરી ખાતે ગુરૂદ્વારા નજીક અનુસુચિતજાતિ સેવક સંઘની સ્થાપના સાથે સાર્વજનિક કુમાર છાત્રાલય શરૂ કરવામાં આવી હતી. નવ દશકની યાત્રા પુરી કરી ચુકયુ છે, ઉપરાંત અંજાર ખાતે ઠકકરબાપાની સ્મૃતિમાં ઠકકરબાપા વિદ્યાર્થી આશ્રમની સ્થાપના ઈ.સ. ૧૮૪૯માં થઈ હતી. ટ્રસ્ટની સામાન્ય સભા કુમાર છાત્રાલય ભુજ ખાતે યોજવામાં આવી હતી. ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયોના ઈતિહાસ અને સાંપ્રત ઘટનાઓને આવરી લેતુ છાત્રાલય સ્મૃતિ ગ્રંથનું વિમોચન સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબને મહેશ્વરી, મંજુલાબેન ચાવડા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત કચ્છ અને ટ્રસ્ટીઓના હસ્તે કરવામાં આવેલ હતુ. સામાન્ય સભામાં ટ્રસ્ટના નિયત એજન્ડાઓ ઉપરાંત ટ્રસ્ટી મંડળની પાંચ વરસની મુદત પુરી થતા નવા ટ્રસ્ટી મંડળની વરણી કરવામાં આવી હતી. 
સભ્યો દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરીને સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા દશ વર્ષમાં ટ્રસ્ટ દ્વારા થયેલા શૈક્ષણિક કાર્યોની રજુઆત કરવામાં આવી હતી. ટ્રસ્ટના વાર્ષિક અહેવાલ અને નાણાકીય હીસાબો રજુ કરાયા હતા. મંડળની પાંચ વરસની નિયત મુદ્રત પુરી થતા નવા ટ્રસ્ટી મંડળની રચના સર્વાનુમતે બહુમતે એમ કઈ પધ્ધતિથી કરવી તે બાબત માટે સામાન્ય સભા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટમાં સેવાઓ આપવા માટેઅને નવા ટ્રસ્ટી બનવા માટે ર૯ વધુ સભ્યોએ પોતાની તૈયારી બતાવી હતી. ૧૯ વર્ષમાં કુમાર છાત્રાલય ભુજ અને ઠકકર બાપા કન્યા સંકૂલ અંજારના નવા સંકુલોના નિર્માણ અનુભવી ટ્રસ્ટીઓ અને સભ્યોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ટ્રસ્ટના બંધારણ મુજબ કુલ ત્રણ દાતા ટ્રસ્ટીઓ અને સાત સામાન્ય ટ્રસ્ટીઓ એમ ૧૯ નવા ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે રમેશ ભટ્ટી, નરેશભાઈ મહેશ્વરી ઉપપ્રમુખ, વિશ્રામ વાઘેલા મંત્રી, તેજપાલભાઈ લોંચાણી સહમંત્રી, અરવિંદભાઈ લેઉવા ખજાનચી, પુનમભાઈ મકવાણા, મહેશભાઈ બગડા, ભારતીબેન સંજોટ, ગાભુભાઈ મંગરીયા, જીતુભાઈ દાફડા વિગેરે ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી હતી.
ગ્રંથના વિમોચન બાદ ટ્રસ્ટના નવા સંકુલોના નિર્માણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, કુમાર છાત્રાલય ભુજ ખાતે ૧૯૯ વિધાર્થીઓ રહી શકે તેવા તેવા છાત્રાવાસનું નિર્માણ તેમજ સમસ્ત અનુસુચિતજાતિના સભ્યો માટે વિશ્રાંતી ભવન નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્યુ, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા દાનની ટહેલ નખાતા ઉપસ્થિત સભ્યો દ્વારા પાંત્રિસ લાખનું યોગદાન સ્થળ ઉપર જ જાહેર કરવામાં આવ્યુ હતુ. અંંજાર ખાતે આવેલ ઠકકરબાપા વિધાર્થી આશ્રમ સ્થળે ઠકકરબાપા કન્યા શૈક્ષ્ણિક ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સભામાં ટ્રસ્ટના મોભી અને અગ્રણી સભ્યો ધર્મેન્દ્રભાઈ ગોહીલ, જે.પી. મહેશ્વરી, મોહનભાઈ ચાવડા, નાનજીભાઈ ભાટી, માલશીભાઈ પરમાર, હરીભાઈ રાઠોડ, હંસરાજભાઈ રાઠોડ, ગોવિંદભાઈ વાણીયા, સામતભાઈ મહેશ્વરી, દિનેશભાઈ મારવાડા, ભરતભાઈ બડગા, હીરજીભાઈ ચંઢારીયા, બાબુલાલ ચાવડા, શામજીભાઈ વાણીયા, ખુમાણભાઈ વણકર, હરીભાઈ ગોહીલ, પી.એમ. ભટ્ટ, જયંતીલાલ વાઘેલા વિગેરે માર્ગદર્શન આપ્યુ હતુ. ઉપરાંત ભૂતપૂવ વિધાર્થીઓ અને સામાન્ય સભ્યો સહીત રપ૯થી વધુ ઉપસ્થિત રહયા હતા.
---

 

Comments

COMMENT / REPLY FROM