Trending News
સ્થાનિક સમાચાર

તહેવારો પૂર્વે અંજાર નગરપાલિકા દ્વારા જાહેર  માર્ગો પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા

06 October


શહેરના માલાશેરી, શાકભાજી બજાર અને ૧૨ મીટર રોડ પર કડક કાર્યવાહી

અંજાર - કચ્છઉદય : આગામી તહેવારોની ઉજવણી દરમિયાન શહેરમાં વાહનવ્યવહાર સુગમ રહે અને પદયાત્રીઓને અવરજવરમાં સરળતા રહે તેવા ઉદ્દેશ સાથે અંજાર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી ગેરકાયદે દબાણો હટાવવાનું વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાની ટીમે શહેરના મુખ્ય વેપારી મથકો અને વ્યસ્ત માર્ગો પર ત્રાટકીને રસ્તાને અવરોધરૂપ બનેલી કામચલાઉ રચનાઓ હટાવી હતી તથા નિયમોનું ઉલ્લંઘન કરતી કેટલીક લારીઓ જપ્ત કરી લીધી હતી.પાલિકા દ્વારા વિશેષ રૂપે માલાશેરી, શાકભાજી બજાર તથા ૧૨ મીટર રોડ વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યાં રસ્તાની જગ્યા રોકીને કરવામાં આવેલા ગેરકાયદે કબજાઓ દૂર કરાયા હતા. તંત્રની આ કડક કાર્યવાહી દરમિયાન કેટલાક સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવતાં સ્થળ પર થોડા સમય માટે ઘર્ષણ અને ગરમાવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, પાલિકાની ટીમે પોતાની કામગીરી ચાલુ રાખીને માર્ગો ખુલ્લા કરાવ્યા હતા. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. 
તંત્ર દ્વારા આમજનતા અને વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર માર્ગો પર દબાણ ન કરે અને પોતાના વાહનો નિર્ધારિત પાર્કિંગ સ્થળોએ જ પાર્ક કરીને શહેરની ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.

Comments

COMMENT / REPLY FROM