Trending News
સ્થાનિક સમાચાર

શિફા હોસ્પિટલ શરૂ કરવાનો તૈયાર થતો તખ્તો

06 October


ભુજ - કચ્છઉદય : ભુજ ખાતે નિર્માણ કાર્ય પૂણ થવાના આરે પહોંચેલ શિફા હોસ્પિટલ કાર્યાલયમાં મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમ બી. ચાકીના અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટી મંડળ તથા આમંત્રિત સદસ્યોની બેઠક મળી હતી, જેમાં શિફા હોસ્પિટલ શરૂ કરવા માટે તખ્તો તૈયાર કરાયો છે.
મેડિકલ એડવાઈઝર કમિટીના સદસ્ય ડો. જૈનુલઆબેદીન ખત્રીએ વર્તમાન સમયે સાપ્તાહિક ધોરણે કરવાના કાર્યોનું રોડમેપ પ્રોજેકટર વડે પ્રદર્શિત કર્યો હતો. શિફા હોસ્પિટલના બાંધકામને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ટ્રસ્ટી મંડળે આગામી કદમ મેડિકલ સાધનો ખરીદી તથા વહિવટી પ્રક્રિયા વહેલી તકે સંપન્ન કરવા નિર્ણય લીધો છે.
આ સભામાં ઉપપ્રમુખ હાજીયુસુફ ખત્રી, મંત્રીઓ યુસુફ એ. જત, ઈસ્માઈલ એ. સોનેજી, ખજાનચી હાજી અબ્દુલકરીમ મેમણ, ટ્રસ્ટીઓ એડ. સાજીદ માણેક, હાજી યાકુબ સોનારા, હાજી રશીદ ખત્રી, હાજીસલીમ મેમણ, હાજીઈશાક હિંગોરા, નાણાકીય સલાહકાર સીએ ઝહીર મેમણ, આર્કિટેકટ ફૈસલ ખત્રી, કાનૂની સલાહકાર એડ. હાજીહનીફ ચાકી, માનદ મેનેજર હાજી ઈબ્રાહીમ જત, આમંત્રિત સદસ્ય ઈકબાલ હાજી અબ્દુલગની ઝકરિયા ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. 
-----

Comments

COMMENT / REPLY FROM