Trending News
ક્રાઈમ

ભચાઉ પોલીસે ચોરીની બેટરી-કોપર વાયર સાથે ૩ શખ્સ ઝડપી પાડ્યા 

16 September


ગાંધીધામ - કચ્છ ઉદય : પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા , પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના-માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફે વાહન ચેકિંગ દરમિયાન મારૂતિ સુઝુકી સુપર કેરીયરમાંથી ૨૫ બેટરી તથા ૩૦ કિ.ગ્રા. કોપર વાયર ઝડપી પાડ્યા હતા. પોલીસે રાજ કંસારા, હાસમ ઘાંચી અને જુસબ ઘાંચીને ઝડપી લઈ વાહન સહિત કુલ ૪.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
 

Comments

COMMENT / REPLY FROM