Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં જાણીતા બિલ્ડર વાસુદેવભાઈ ઠક્કર પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

15 September

ભુજ - કચ્છઉદય : જાણીતા બિલ્ડર અને લોહાણા સમાજના અગ્રણી સમાજ સેવક સંગીત પ્રેમી અને દાતા સ્વ. વાસુદેવભાઈ ઠક્કરની પુણ્યતિથી હોતા ભુજ ખાતે બાળકોને અલ્પાહાર કરાવીને ઉજવાઇ હતી. શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મોજીલા કાર્યક્રમમાં સત્યમ સંસ્થાનાં અધ્યક્ષ દર્શકભાઇ અંતાણીએ સૌપ્રથમ સ્વ. વાસુદેવભાઇ ઠક્કરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સૌપ્રથમ તમામ બાળકોએ સ્વ. વાસુદેવભાઇ ઠક્કરને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને ભજન ગાઇને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. બાળકોને અલ્પાહાર કરવામાં આવ્યો હતો. જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી, જેમાં ગાયોને ઘાસચારો, પંખીઓને ચણ, અને શ્વાનોને રોટલા પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ, નર્મદા ગામોટ, અંકિતા ધોકાઇ, માલસનીબેન ગઢવી, રાજુલાબેન શાહ સેવા કાર્યમાં જોડાયા હતાં. કાર્ય માટે સપ્તરંગ સંસ્થાના અગ્રણી અને જાણીતા સમાજ સેવક ઝવેરીલાલભાઈ સોનાજી તરફથી સહયોગ મળ્યો હતો. દરમિયાન ભુજ નગરપાલિકાના પૂર્વ નગર અને જૈન સમાજના ભારતીય જનતા પાર્ટીના મંત્રી ધીરેનભાઈ લાલન, ભૂજ કોમર્શિયલ બેંકના એમડી ધીરેનભાઈ ઠક્કર ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને જાણીતા ધારાસભ્ય શંકરભાઈ સચદે, ભુજના પૂર્વ કાર્યપાલક એન્જિનિયર રસિકભાઈ મકવાણા વગેરે પણ શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી
 

Comments

COMMENT / REPLY FROM