Trending News
સ્થાનિક સમાચાર

ભુજપુર પાસે નર્મદા કેનાલમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

16 September



વહેલી સવારે ૧૧૨ પર કોલ મળતા ભચાઉ ફાયર ટીમ દોડી પહોંચી, કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢી દુધઈ પોલીસને સોંપ્યો

ગાંધીધામ - કચ્છ ઉદય : ભચાઉ તાલુકાના ભુજપુર ગામ નજીક નર્મદા કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આજે વહેલી સવારે ૧૧૨ મારફતે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ થતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલમાં મૃતદેહ દેખાતા ફાયર ટીમે કેનાલમાં ઉતરી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહ પ્રવીણ નાનસિંગ નાયકનો હોવાનું સામે આવ્યું છે. બાદમાં મૃતદેહને દુધઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ સ્ટાફ અને ૧૧૨ની ટીમ પણ હાજર રહી હતી. આ રેસ્ક્યુ કામગીરીમાં દાફડા પ્રવીણ, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM