મેઘપર બોરીચીમાં જુગાર રમતા ૧૨ શખ્સો ઝડપી પાડ્યા
અંજાર પીઆઈ જાડેજાની ટીમનો વધુ એક સપાટો
જાહેરમાં ગંજીપાનાથી રૂપિયાની હાર-જીતનો જુગાર ઝડપાયો : ૫૩,૨૦૦ રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો
ગાંધીધામ - કચ્છ ઉદય : પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીની સૂચના હેઠળ અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શનથી અંજાર પોલીસ સ્ટાફે મેઘપર ગામની જૂની પંચાયત પાસે રેઇડ કરી જુગાર ઝડપી પાડ્યો હતો.
પોલીસે જગદીશભાઈ લક્ષ્મણભાઈ આહીર, અનિરૂધ્ધસિંહ પ્રતાપસિંહ ગોહિલ, નારણભાઈ અમરાભાઈ આહીર, કલુભા પતાજી જાડેજા, નારણભાઈ કેશાભાઈ દાફડા, શૈલેષભાઈ મોહનભાઈ સુબડ, શામજીભાઈ કાનજીભાઈ નાટડા, અરવિંદભાઈ લખુભાઈ બોરીચા, ભચલશા ઇબ્રાહીમશા શેખ, દિપક રતાભાઈ બોરીચા, અનિરૂધ્ધસિંહ પ્રતાપસિંહ રાણા અને શંભુભાઈ રતાભાઈ બોરીચાને ઝડપી લીધા હતા. સ્થળ પરથી ૫૩,૨૦૦ રોકડ તથા ગંજીપાનાની ૨ જોડી મળી કુલ૫૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. કામગીરીમાં અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Comments