Trending News
ક્રાઈમ

જંગી ગામે જુગારની રેઇડમાં પકડાયેલ બાઇક પરત માંગવાના પ્રશ્ને કાર પર પથ્થરમારો

30 August



બે સામે ગુનો નોંધાયો

સામખિયાળી - કચ્છ ઉદય :  ભચાઉ તાલુકાના જંગી ગામે પૂર્વ અદાવત અને જુગારની રેઇડમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલું બાઈક પરત માંગવા બાબતે બે શખ્સોએ મહિલાના ઘર પાસે આવી ગાળાગાળી કરી કાર પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.  
જંગી ગામે રામમંદિર બાજુમાં રહેતા મંગળાબેન ભરતભાઈ સોનીના ઘર પાસે ગામના જ ભરત બાબુભાઈ મકવાણા અને નીલેશ લખમણભાઈ કોલી આવ્યા હતા. તેઓએ અગાઉ જુગારની રેઇડમાં પકડાયેલ બાઈક પરત માંગવા બાબતે ગાળાગાળી કરી શેરીમાં પડેલા પથ્થરો વડે ફરિયાદીની અલ્ટો ગાડી (નં. ય્ત્ન-૧૨-હ્લઝ્ર-૩૭૧૯) પર હુમલો કરી આગળ-પાછળના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. સામખીયારી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ પી.એલ. મકવાણાએ તપાસ શરૂ કરી છે.


 

Comments

COMMENT / REPLY FROM