આદિપુર પોલીસનો સપાટો ! ૮ શકુનીઓ જુગાર રમતા ઝડપાયા
૧.૪૯ લાખ રોકડ અને ૯ મોબાઇલ સહિત કુલ રૂ.૩.૧૯ લાખનો મુદ્દામાલ કરાયો કબજે
ગાંધીધામ : આદિપુરમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ, અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન અને PI એમ.સી. વાળાની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે આદિપુર જનતા હાઉસમાં મકાન નં.૫૬ બહાર જાહેર શેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ગંજીપાના વડે જુગાર રમતા હિતેશ મનસુખભાઈ પટેલ, સંજય વિનુભાઈ ઝાપડીયા, દીનેશકુમાર મેઠાભાઈ રાવત, સુનિલ ચેલારામ મનકાણી, રવિન્દ્રકુમાર શામળદાસ પમનાની, દીનેશ રામભાઈ પટેલ, શૈલેષભાઈ હરગોવિનભાઈ પટેલ અને તખ્તસિંહજી બળદેવજી ચાવડા મળી કુલ ૮ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૧,૪૯,૧૫૦ રોકડ, ૫૨ ગંજીપાના અને ૯ મોબાઇલ ફોન કિંમત રૂ.૧,૭૦,૦૦૦ સહિત કુલ રૂ.૩,૧૯,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૬૧૩/૨૦૨૬, જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી PI એમ.સી. વાળા સાથે આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments