Trending News
સ્થાનિક સમાચાર

નેપાળ હોનારતના મૃતકોને વિષ્ણુ ધર્મ શાળા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

29 August



ભુજ - કચ્છઉદય : નેપાળમાં ઘટેલી અત્યંત દુઃખદ અને કરૂણ ઘટનાના વિષયમાં વિષ્ણુ ધર્મ શાળા પરિવાર દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. શાળા પરિવાર દ્વારા આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ પીડિતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ નિમિત્તે શાળાના વહીવટી મંડળ અને શિક્ષકગણે ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી કે સ્વર્ગસ્થ આત્માઓને સદગતિ તથા પરમ શાંતિ મળે અને તેમના શોકગ્રસ્ત પરિવારોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ તથા ધૈર્ય પ્રાપ્ત થાય. શાળા પરિવાર દ્વારા મૌન પાડીને દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
------------- 

Comments

COMMENT / REPLY FROM