Trending News
ક્રાઈમ

કુતડીનાર-ત્રગડી બંદર વચ્ચે દરિયાકિનારે  અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી

30 August



૩૦થી ૩૫ વર્ષની ઉંમરના પુરુષની ઓળખ મેળવવા પોલીસની તપાસ, ડાબા હાથમાં સ્ટીલની પ્લેટ અને જમણા હાથમાં બે રાખડી મળી


ગાંધીધામ : કુતડીનાર બંદર અને ત્રગડી બંદર વચ્ચેના દરિયાકિનારેથી આશરે ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ થયેલી હાલતમાં લાશ મળી આવી છે. પ્રાથમિક માહિતી મુજબ લાશ દરિયામાંથી તણાઈને કિનારે આવી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના શરીર પર આછા બ્લુ કલરનું લાલ-સફેદ ડિઝાઇનવાળું ટી-શર્ટ અને ડાર્ક બ્લુ નાઇટ પેન્ટ જોવા મળ્યા હતા. લાશની ચામડી પાણીમાં ઓગળી ગયેલી હાલતમાં હતી અને માથાના ખોપરીના હાડકા દેખાઈ રહ્યા હતા. મૃતકના ડાબા હાથની કલાઈમાં સ્ટીલની પ્લેટ બેસાડેલી હતી, જ્યારે જમણા હાથના કાંડા પર બે રાખડીઓ બાંધેલી હતી. જેમાં એક રાખડી લાલ દોરામાં સોનેરી ડિઝાઇનવાળા મોતીઓથી જડેલી છે, જ્યારે બીજી રાખડીમાં બે ત્રિશૂલના ચિન્હો વચ્ચે ‘માં’ લખેલું છે. મૃતકની ઊંચાઈ આશરે ૫ ફૂટ ૭ ઇંચ હોવાનું જણાવાયું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા સહિત સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


 

Comments

COMMENT / REPLY FROM