મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ જી રામજી અંતર્ગત વિકસિત ગ્રામ પંચાયત પ્લાન બનાવવા એક દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કચ્છ જિલ્લામાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોની નોંધણી માટે વિશેષ સર્વે હાથ ધરાશે ખારેક સંશોધન મુન્દ્રા ખાતે “ખારેકનું લાલ સુંઢીયું : ઓળખ અને નિયંત્રણ” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો દ્વારકા જિલ્લા ભાજપના મોરચાના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક અમદાવાદ રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મનો ૧૨૦ દિવસમાં કાયાપલટ કરવાનો લક્ષ્યાંક નખત્રાણા નવા નગરમાં ગૌશાળા નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું  પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળેલી ૧૦ વર્ષની બાળકીનું શી-ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન સામખીયાળીમાં શર્મનાક ઘટના : દુષ્કર્મ, મારકૂટ અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો ગંભીર ગુનો આદિપુરમાં બુલેટની ટક્કરે પગે જતા યુવકનું મોત મુંદરામાં ભોરારા પાસે બોલેરો હડફેટે યુવકનું મોત આદિપુરમાં સગીરા પર નેપાળી શખ્સ દ્વારા દુષ્કર્મ

લાંચ કેસમાં ઝડપાયેલા કોડાયના હેડ કોન્સ્ટેબલની જામીન અરજી કોર્ટે ફગાવી

WhatsApp X

તપાસ નાજુક તબક્કે હોવા અને નૈતિક મૂલ્યોના અધઃપતનનો ઉલ્લેખ કરી અદાલતે આરોપીને જામીન આપવાનો કર્યો ઇન્કાર 

ભુજ - કચ્છઉદય : કોડાય પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની જામીન અરજી ભુજની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. ગેરકાયદે ખનીજ વહન દરમિયાન જપ્ત કરાયેલા ડમ્પરો મુક્ત કરવાનો અદાલતનો આદેશ હોવા છતાં, વાહનો છોડવા પેટે લાંચ સ્વીકારવાના ગુનામાં આરોપી વિપુલ દલજીભાઈ ચૌધરી (મૂળ રહે. પાટણ) સામે અદાલતે કડક વલણ અપનાવ્યું છે.

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના જણાવ્યા મુજબ, જપ્ત થયેલા ડમ્પરો છૂટા કરવાના બદલામાં આરોપીએ શરૂઆતમાં રૂપિયા બે લાખની માંગણી કરી હતી. ત્યારબાદ બંને પક્ષે એક લાખ રૂપિયામાં સમાધાન નક્કી થયું હતું, જેમાંથી અગાઉ રોકડા રૂપિયા ૩૦ હજાર મેળવી લેવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા ૭૦ હજાર મળ્યા બાદ વાહનોની ચાવી સોંપવાની ખાતરી અપાઈ હતી. આ બાકીની રકમ સ્વીકારતી વેળાએ ગત ૮ નવેમ્બરના રોજ ભુજ એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

આરોપીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતા ભુજના સેશન્સ જજ દિલીપ મહિડાએ અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે પ્રસ્તુત મામલામાં આરોપીની પ્રથમદર્શી સંડોવણી સ્પષ્ટ થાય છે અને આ ઘટના નૈતિક મૂલ્યોના અધઃપતન સમાન છે. વધુમાં, આ ગુનાની તપાસ હજુ પ્રારંભિક તથા સંવેદનશીલ તબક્કામાં હોવાથી અને ચાર્જશીટ દાખલ થઈ ન હોવાથી, જો આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો સાક્ષીઓ તથા પુરાવાઓ પર પ્રભાવ પાડવાની શક્યતા રહેલી છે. સરકાર પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ઉપસ્થિત રહી જામીન અરજીનો વિરોધ કરતી અસરકારક દલીલો રજૂ કરી હતી.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.