ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના હેતુથી દ્વારકા જિલ્લા ભાજપના તમામ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ સાથે પરિચયાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રભારી અને ધારાસભ્ય અજય મહાવર સાથે માંડવી વિધાનસભાના ધારાસભ્ય તથા ભાજપ ગુજરાતના મહામંત્રી અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે પરિચય કેળવવામાં આવ્યો હતો. સંગઠનની કામગીરી, જવાબદારીઓ અને પક્ષના માળખાને વધુ મજબૂત બનાવવા અંગે હોદ્દેદારો સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. પ્રદેશ અને જિલ્લા સ્તરના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠક સંગઠનાત્મક સંકલન માટે મહત્વપૂર્ણ બની રહી હતી.
દ્વારકા જિલ્લા ભાજપના મોરચાના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.