મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
રણોત્સવ ધોરડો ખાતે ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ જી રામજી અંતર્ગત વિકસિત ગ્રામ પંચાયત પ્લાન બનાવવા એક દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કચ્છ જિલ્લામાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોની નોંધણી માટે વિશેષ સર્વે હાથ ધરાશે ખારેક સંશોધન મુન્દ્રા ખાતે “ખારેકનું લાલ સુંઢીયું : ઓળખ અને નિયંત્રણ” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો દ્વારકા જિલ્લા ભાજપના મોરચાના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક અમદાવાદ રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મનો ૧૨૦ દિવસમાં કાયાપલટ કરવાનો લક્ષ્યાંક નખત્રાણા નવા નગરમાં ગૌશાળા નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું  પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળેલી ૧૦ વર્ષની બાળકીનું શી-ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન સામખીયાળીમાં શર્મનાક ઘટના : દુષ્કર્મ, મારકૂટ અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો ગંભીર ગુનો આદિપુરમાં બુલેટની ટક્કરે પગે જતા યુવકનું મોત મુંદરામાં ભોરારા પાસે બોલેરો હડફેટે યુવકનું મોત આદિપુરમાં સગીરા પર નેપાળી શખ્સ દ્વારા દુષ્કર્મ

ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ ચેમ્બરને પાઠવી નૂતન વર્ષની શુભેચ્છા

WhatsApp X

ભુજ - કચ્છઉદય : ભુજ શહેરના વેપાર, ઉદ્યોગ તથા પ્રજાના પ્રશ્નો જાણવા તેમજ તેના વિશે વિગતવાર પરામર્શ કરવા તાજેતરમાં ભુજ વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જાતે ચમ્બેરની ઓફિસ ખાતે પધાર્યા હતા અને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી તેમજ બેઠક યોજી હતી સાથે ભુજ નગરપાલિકના પ્રમુખ શીતલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન સ્થાનિકે વેપાર-ઉદ્યોગના પ્રશ્નો અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ભરી રહલે ભુજ શહેર અને કચ્છના કેટલાક કામો પૂર્ણ થયા, પરંતુ હજુ આ પથ પર હજુ ઘણું જ કરવાનું બાકી હોવા અંગે અને સ્થાનિકે વેપાર ઉદ્યોગને સ્પર્શતા વિવિધ પ્રશ્નોથી ચેમ્બરના પ્રમખુ અનિલભાઈ ગોર દ્વારા જેવા કે ભૂકંપમાં પડી ગયેલ એપાર્ટમેન્ટ, દુકાનોના ફરી બાંધકામની મજૂરી આપવી, રિલોકેશન સાઇટો પર પ્લોટોને જૂની શરતોમાં ફેરવવા, અત્યાર સુધી ડીપી પ્લાનમાં રસ્તા બતાવેલ છે, પરંતુ હજી સુધી રસ્તા બન્યા નથી અને પ્લોટ ધારકોને મંજુરી નથી મળતી અને વેચાણ નથી કરી શકતા, ૨૫ વર્ષથી ભાડા દ્વારા રીવાઈઝ ટીપી સરકારમાં મૂકવામાં નથી આવી, ડેવલપમેન્ટ પ્લાન ૨૦રપમાં મુદ્દત પૂરી થયેલ છે, તેથી ૨૦૩૫ સુધીનું નવું ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે, બાગ-બગીચામાં જરૂરી સુધારો કરવા, ડેવલપમેન્ટ પ્લાનમાં બતાવેલ અમુક રસ્તાઓનું કામ ચાલુ કરવું જેથી જ્યુબિલી ગ્રાઉન્ડ પર ટ્રાફિકનું ભારણ ઓછું થાય, સંયુક્તપણે મહાનગરપાલિકા માટે પ્રયાશ કરીએ. માપણી વધારાનું નિરાકરણ જે માત્ર આખા ગુજરાતમાં કચ્છના માત્ર ચાર તાલુકામાં છે. જેવા અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ભુજ શહેરને તથા સર્કલોને સુંદર - સુશોભિત કરીને ભુજને સુંદર બનાવવા અંગે ધારાસભ્યને વાકેફ કરવામાં આવ્યા હતા. ભૂકંપને ૨૫ વર્ષ પૂર્ણ થયેલ હોવા છતાં પણ અનેક કામો, પ્રશ્નોનું નિરાકરણ આવેલ ન હોવાથી ભુજ શહેરના વિકાસના આવા અટકેલા વિવિધ કામો બાબતે ચર્ચા કરવા ધારાસભ્ય કેશુભાઈ જાતે જ સમય કાઢીને ચેમ્બર પ્રમુખ અનિલભાઈ ગોરની ઓફિસ ખાતે ગયા હતા અને ત્યાં વિગતવાર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તથા વેપાર ઉદ્યોગને સ્પર્શતા મુદ્દાઓ, રજૂઆતો, મતંવ્યો સાંભળ્યા હતા  તેમજ તમામ ક્ષેત્રે જરૂરી સહયોગ અને પગલાં ભરવામાં આવશે તેવી કેશુભાઈએે ચેમ્બરના પ્રમખુને સકારાત્મક ખાતરી આપી હતી. ચર્ચા દરમ્યાન એવું પણ નકકી કરવામાં આવ્યું હતું કે ભુજને લગતા આ તમામ મુદ્દાઓ, પ્રશ્નો અંગે આગામી સમયમાં કલેકટર સાથે પ્રશ્નોના નિરોકણ માટે બેઠક યોજાવામાં આવશે

કેશુભાઈ પટેલ અને અનિલભાઈ ગોરે એકબીજાને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કેશુભાઈએ અનિલભાઈનું શાલ ઓઢાળી અભિવાદન કર્યું હતું. આ બેઠકમાં ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઇ ગઢવી તેમજ જીગર શાહ ઉપસ્તિથ રહ્યા હતા એવું ભુજ ચેમ્બરના જોઇન્ટ સેક્રેટરી સંદીપ શાહની યાદીમાં જણાવાયું હતું. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.